રામ મંદિર મુદ્દો કોર્ટ અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઈશઃ યોગી આદિત્યનાથ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા પર કહ્યુ છે કે લોકોની ધીરજ ખૂટી રહી છે અને સુપ્રીમ કોર્ટ તેના પર વહેલી તકે…

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિર બનાવવાના મુદ્દા પર કહ્યુ છે કે લોકોની ધીરજ ખૂટી રહી છે અને સુપ્રીમ કોર્ટ તેના પર વહેલી તકે ચુકાદો આપી શકે તેમ નથી.

તેમણે કહ્યુ હતુ કે આ સંજોગોમાં રામ મંદિર મુદ્દો અમને સોંપી દેવામાં આવે, 24 કલાકમાં તેનુ સમાધાન થઈ જશે.

જોકે યોગીને પૂછવામાં આવ્યુ હતુ કે સમાધાન વાતચીતથી કરશો કે ડંડાથી ત્યારે યોગીએ કહ્યુ હતુ કે પહેલા કોર્ટ રામ મંદિરનો વિવાદ અમારા હવાલે કરી પછી વાત .

યોગીએ કહ્યુ હતુ કે હાઈકોર્ટે પણ સ્વીકાર્યુ છે કે બાબરી મસ્જીદ હિંદુ મંદિર કે હિંદુ સ્મારક નષ્ટ કરીને બનાવાઈ હતી. ભારતના પુરાતત્વ વિભાગે પણ આ અંગેના રિપોર્ટમાં આ વાત સ્વીકારી છે. ટાઈટલના વિવાદના નામે આ મુદ્દાની સુનાવણીને લાંબી ખેંચવામાં આવી રહી છે. હું સુપ્રીમ કોર્ટને લાખો લોકોના સંતોષને ધ્યાનમાં રાખીને વહેલી તકે ન્યાય આપવાની અપીલ કરી છું. જેથી ન્યાયિક સંસ્થાનો પર લોકોનો ભરોસો જળવાઈ રહે.

યોગીએ આગળ કહ્યુ હતુ કે મામલો કોર્ટમાં સુનાવણી હેઠળ હોવાથી કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવતી નથી.આવા મુદ્દાઓની સંસદમાં ચર્ચા થતી નથી.અમે કોર્ટ પર આ મુદ્દો છોડ્યો છે. અહીંયા સવાલ ફાયદા કે નુકસાનનો નથી પણ દેશવાસીઓની શ્રધ્ધાનો છે. આ સમસ્યાના મૂળમાં કોંગ્રેસ છે. જે સમાધાન થવા દેવા માંગતી નથી.

જો રામ મંદિર નિર્માણ થાય અને ત્રણ તલાકના કાયદાનો અમલ થાય તો દેશમાંથી તૃષ્ટિકરણની રાજનીતિ હંમેશા માટે ખતમ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *