પત્ની ઘણા સમય થી જણાતી હતી થાકેલી, પતિએ રૂમ મા લગાવ્યો કેમેરો અને ખુલ્યુ આ રાઝ…જુઓ વિડીયો

એવું કહેવાય છે ને કે એક પતિ હર હંમેશ ઈચ્છે કે, તેની પત્ની સદાય માટે હસતી અને ખુશ રહે. પરંતુ મોટે ભાગે કોઈને કોઈ કારણસર એવું થતું નથી. અનેક વખત આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝગડો પણ થઈ જતો હોય છે. તો ઘણી વખત અન્ય કારણો પણ હોય છે કે જેના કારણે પત્ની ખુશ રહી શકતી નથી અને આખો દિવસ થાકેલી અને ઉદાસ જોવા મળતી દેખાય છે.

આવુ જ કંઈક થયુ અમેરિકા ના લોસ એંજલસ શહેરમાં રહેનાર મેલાનીયા ડારનેલ સાથે. તેણી લગ્નનાં શરુઆતના દિવસોમાં ખૂબ ખુશ રહેતી અને પોતાના પતિને પણ પૂરતો સમય આપી શકતી હતી. પરંતુ છેલ્લા ૧ વર્ષથી તેણી પોતાના પતિ સાથે બરાબર વાત પણ કરતી ન હતી અને તેનો સ્વભાવ પણ એકદમ ચીડ-ચીડિયો થઈ ગયો હતો. વાસ્તવમાં તેણી ખૂબ જ ઉદાસ અને થાકેલી જોવા મળતી હતી.

તેનો પતિ કરે છે ટ્રાવેલિંગ ની નોકરી :

મેલાનીયા ડારનેલે જણાવ્યું હતું કે, તેનો પતિ ટ્રાવેલિંગની જોબ કરે છે અને તેથી તેઓ હંમેશા ઘરની બહાર જ રહે છે. મેલાનીયાનો પતિ જ્યારે નોકરી પરથી ઘરે પરત આવે ત્યારે તેની એક જ ફરિયાદ રહે છે કે, તેની પત્ની હંમેશા થાકેલી જ કેમ દેખાય છે? શા કારણે મને પૂરતો સમય આપી શકતી નથી ? આ કારણ ને શોધવા માટે તેના પતિએ કંઈક એવું કામ કર્યું કે, જે કોઈ સામાન્ય વ્યક્તિ વિચારી પણ ન શકે. જો કે મેલાનીયા આ બધી સમસ્યાનું કારણ જાણતી હતી પરંતુ તેના પતિને મેલાનીયા પર શંકા હતી કે એના ગયા પછી તેની પત્ની બીજા કોઈ સાથે શારીરક સંબંધ રાખતી હશે માટે હર હમેશ થાકીલી જ લાગે છે? તેનો પતિ એવું વિચારતો હતો કે મારા ગયા પછી મરી ઘરે કોણ-કોણ આવતું હશે? વગેરે વગેરે… આવી બધી સાચી-ખોટી શંકા-કુશંકાને મગજમાં રાખીને તેના પતિએ કંઈક અલગ જ આવું પગલું ભર્યું.

બેડરૂમમાં એટેલે કે શયનખંડમાં લગાવ્યો કેમેરો :

મેલાનીયાનાં પતિએ તેના શયનખંડમાં લગાવ્યો કેમેરો અને તેમાં જોયું કે, તેની પત્ની પોતાના બાળકોને સારી રીતે સાચવવામાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. હાં, તેને કેમેરામાં એ પણ જોયું કે, તેના ૩ બાળકો તેની પત્નીને નિયમિત રાત્રે બરાબર ઊંઘ પણ કરવા દેતા ન હતા. અને નિયમિત સવારે વહેલા ઉઠી જવું પડતું હતું. આ કારણે જ તેની પત્ની હંમેશા ઉદાસ અને થાકેલી જોવા મળતી હતી. આ જ કારણે તેની પત્ની તેના પતિને પૂરતો સમય આપી શકતી ન હતી. આ દરમિયાન પતિએ જ્યારે કેમેરામાં જોયું કે તેની પત્ની પોતાનો માતૃત્વ ધર્મ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે ત્યારે તેને એક વીડિયો સીશીયલ મીડિયામાં શેર કર્યો હતો અને પોતાની શંકા-કુશંકાને કારણે તેને પોતાની પત્નીની માફી માંગી હતી.

તમે આ સંપૂર્ણ કહાની વિડિયોમાં જોઈ શકો :

આ વીડિયોમાં તમે નિહાળી શકો છો કે, મેલાનીયા કઈ રીતે અડધી રાત્રે જાગીને પણ પોતાના બાળકોની યોગ્ય રીતે કાળજી લે છે. દુનિયાની દરેક માં પોતાના બાળકો માટે પોતાનો જીવ ન્યોછાવર કરી દેટી હોય છે. માં બન્યા બાદ દરેક સ્ત્રીનાં જીવનમાં અનેક ફેરફાર થતા હોય છે. જેમાંથી એક ફેરફાર આ પણ જોવા મળે છે. તમે આ વીડિયોમાં મેલાનીયાનાં કેટલીક તસ્વીરો અને વીડિયો અને તેનું કામ પણ જોઈ શકો છો. તમે આ વાતને દરેક માતા નું ખુશીભર્યું દુઃખ પણ કહી શકો છો. કારણ કે, એક માતા પોતાનાં બાળકો માટે કંઈ પણ કરી શકે છે.

એટલે જ તો કહેવાય છે કે, માં પોતે ભલે ભીનામાં સુવે કે નીચે સુવે પરંતુ બાળકને હમેશા સુરક્ષિત જગ્યાએ જ સુવડાવે છે. માં પોતે ભૂખી રહીને પણ પહેલા તો બાળકોને જ જમાડે છે. માટે જ તો ચેકાહેવાય છે કે, “માં તે માં બીજા બધા વગડાનાં વાં”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *