ફેસબુક લાઈવ કરીને કપિલ શર્મા શો ના દિગ્ગજ કલાકારનો આપઘાતનો પ્રયાસ, કારણ જણાવતા કહ્યું…

Tirthanand Rao Suicide Attempt LIVE Video: ટીવી ઈન્ડસ્ટ્રી (TV industry) માં જુનિયર નાના પાટેકર તરીકે જાણીતા તીર્થાનંદ રાવે (Tirthanand Rao) મંગળવારે ફેસબુક પર લાઈવ (Facebook Live) કરીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર તેના કેટલાક મિત્રોને આ વાતની જાણ થતાં જ તેઓ તરત જ પોલીસને ફોન કરીને ઘરે પહોંચ્યા. આ પછી તીર્થાનંદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મળેલી માહિતી અનુસાર કોમેડિયન હવે ખતરાની બહાર છે અને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે. તીર્થાનંદને કપિલ શર્મા (Kapil Sharma) ના શોમાં નાના પાટેકરની મિમિક્રી માટે ઓળખ મળી હતી.

ફેસબુક લાઈવમાં કહ્યું- લાઈવ ઈન પાર્ટનર કરે છે હેરાન
તીર્થાનંદ રાવે ફેસબુક લાઈવમાં કહ્યું કે તે એક મહિલા સાથે લિવ-ઈનમાં રહે છે. તેના કારણે 3-4 લાખ રૂપિયાની લોન પણ લેવામાં આવી છે. તે મહિલા તેને માર મારે છે અને તેનું માનસિક શોષણ કરે છે. આટલું કહ્યા બાદ તીર્થાનંદે ફિનાઈલની બોટલ ખોલી અને સામે રાખેલા ગ્લાસમાં નાખીને પીધું.

તીર્થાનંદે લાઈવ સેશનમાં કહ્યું કે ‘હું પરવીન બાનો નામની મહિલા સાથે લિવ-ઈનમાં રહું છું. તેના પતિનું 2013માં અવસાન થયું હતું અને તેમને બે દીકરીઓ પણ છે. તે મહિલા મને માનસિક રીતે પરેશાન કરી રહી છે. મેં તેને 90 હજારની કિંમતનો ફોન આપ્યો હતો. તેના માટે બધું કર્યું અને તેણે મારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી.

તે પોલીસ સમક્ષ ગય અને કહ્યું કે મેં તેની પર હુમલો કર્યો છે. પોલીસે મારી સામે ફરિયાદ પણ નોંધી હતી. પછી તેણીએ કહેવાનું શરૂ કર્યું કે તે આ ફરિયાદ પાછી લઈ લેશે, પરંતુ તે પાછી લેવાનું તો દૂર છે, તે હવે મારી સાથે મારપીટ કરી રહી છે. તેની સાથે તેની પુત્રી પણ મને મારી નાખવાની ધમકી આપી રહી છે. મેં જોયું કે પરવીન તેની નાની દીકરીને લઈને કોઈ વ્યક્તિ પાસે ગઈ હતી. હવે તમે જ કહો કે હું તેની સાથે કેવી રીતે જીવી શકું.

વધુમાં તીર્થાનંદે કહ્યું કે, જ્યારે પણ હું તેનાથી દૂર જાઉં છું, ત્યારે તે મધ્યરાત્રિએ કેબમાં મારી પાસે આવે છે અને તે ધમકી આપે છે કે જો હું તેની સાથે નહીં જાઉં તો તે ત્યાં હંગામો મચાવી દેશે. જ્યારે તે ઘરે આવે છે ત્યારે તે પણ તેમાર મારે છે અને કહે છે કે, જો તું વિરોધ કરશે તો બળાત્કારની ફરિયાદ નોધાવીશ આવી ધમકીઓ આપે છે. તે કહે છે કે જ્યાં સુધી તે મારી સાથે કોર્ટ મેરેજ નહીં કરે ત્યાં સુધી તે આ કેસ પાછો નહીં ખેંચે.

તીર્થાનંદે લાઈવ સેશનમાં વધુમાં કહ્યું કે, હવે તમે જ કહો કે જે સ્ત્રી સાથે 7-8 મહિનામાં રહેવું મુશ્કેલ છે તેની સાથે હું મારું આખું જીવન કેવી રીતે પસાર કરી શકીશ. હું કોમેડિયન છું, મારું કામ લોકોને હસાવવાનું છે. પરંતુ આજે આ મહિલાના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું પોલીસને કહેવા માંગુ છું કે જો મને કંઈ થશે તો તેના માટે તે મહિલા જવાબદાર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *