ગુજરાતમાં અતિવૃષ્ટિનો વરતારો: ટીટોડીના ચાર ઈંડાના આધારે જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?

Gujarat Monsoon News: હાલ રાજ્યભરમાં ઉનાળાની ઋતુનો સમય ચાલી રહ્યો છે. ત્યારે ગરમી પણ સતત વધી રહી છે. ઉનાળાની ઋતુ બાદ લોકો સારા ચોમાસાની (Gujarat Monsoon News) રાહ જોવે મળી છે. લોકવાયકા અનુસાર, ચોમાસા અગાઉ ટીટોડી જ્યાં ઈંડા મૂકે એનાં આધારે ચોમાસુ કેવું રહેશે. તેનો વરતારો કરી શકાય છે.

ત્યારે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચોવચ ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા છે. ટીટોડીએ જમીન ઉપર ચાર ઉભા ઈંડા મૂક્યા છે. ત્યારે જાણકારોનું કહેવું છે કે જો ટીટોડી ઉભા ઈંડા મુકવામાં આવે તો સારો વરસાદ પડી શકે છે.ત્યારે આ સમગ્ર બાબતે જાણકારો કહે છે કે, ટીટોડીએ જમીન પર ઈંડા મૂક્યા છે તો વરસાદ મોડો આવશે.

ટીટોડી ઈંડા મુકે તેની પર વરસાદનો વરતારો થતો હોય છે
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો વરસાદ કેવો આવશે તેની ખુબ રાહ જોઈ રહ્યા છે. ત્યારે સારો વરસાદ આવે તેવી અપેક્ષાઓ લાગી રહ્યા છે. તેવી આગાહીઓ થઈ રહી છે. પરંતું જે જૂનું શાસ્ત્ર છે. જેનો દોષી પુરાણ કહે છે. એવી રીતે જોવા જઈએ તો ટીટોડી ક્યાં ઈંડા મુકે છે કેવી રીતે ઈંડા મુકે છે. એની ઉપર વરસાદનો વરતારો થતો હોય છે.

સુરતનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડની વચ્ચો વચ ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. ટીટોડીએ ચાર ઉભા ઈંડા મુક્યા છે. ટીટોડીએ જમીન પર પોતાનો માળો બનાવ્યો છે અને ચાર ઈંડા મુકવામાં આવ્યા છે. અહીંયા બે વાત સામે આવી રહી છે. જો ચાર ઈંડા મુક્યા હોય તો ચાર મહિના સુધી વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. અને બીજી બાજુ જો જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય તો વરસાદ ઓછો થાય તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે જમીન પર ઈંડા મુકવામાં આવ્યા હોય અને ઈંડા ઉભા મુકવામાં આવ્યા હોય તો વરસાદ વધુ આવી શકે છે. તો આ વર્ષે વરસાદ કેવો રહેશે. તે જોવાનું રહ્યું.

સુરતવાસીઓમાં કૂતુહલ સર્જાયું
મળતી માહિતી અનુસાર, જો જમીન પર ઈંડા મુકવામાં આવે તો વરસાદ ઓછો આવી શકે છે. પરંતું જો ચાર ઈંડા મુકાયા હોય તો અને ઈંડા ઉભા મુકાયા હોય તો વરસાદ વધુ આવી શકે છે અને ચાર મહિના સુધી વરસાદ આવે છે. ત્યારે આ એક પ્રશ્નએ સુરતવાસીઓમાં કૂતુહલ સર્જ્યું છે.