પશ્ચિમ બંગાળના ઘાટલ લોકસભાની સીટ પરથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS ઓફિસર ભારતી ઘોષે વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. ભાજપના નેતાએ TMCના કાર્યકર્તાઓને ધમકી આપી કે જો વધારે હોશિયારી બતાવી તો ઉત્તરપ્રદેશથી લોકોને બોલાવી અને તેમને કુતરાના મોતે મારશે.
ભાજપના નેતાના આ નિવેદન બાદ તેમની મુશ્કેલી વધી શકે છે. પશ્ચિમ બંગાળના ઘાટલ લોકસભા સીટના ચૂંટણી અધિકારીએ ભારતી ઘોષનું રેકોર્ડિંગ મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલ્યું છે.
તેમણે પ્રચાર અભિયાન દરમિયાન કહ્યું કે, પોતાના ઘરોમાં ચાલ્યા જાઓ અને અહીં પોતાની હોશિયારી દેખાડવાનો પ્રયત્ન કરો નહી. છુપાવાની કોઇ જગ્યા નહી હોય. હું તમને, તમારા ઘરો માંથી કાઢીને કુતરાના મોતે મારીશ, હું ઉત્તરપ્રદેશથી 1 હજાર લોકને લાવીશ અને તેમને તમારા ઘરોમાં છોડી મુકીશ અને તમને પાઠ ભણાવીશ.
ઉલ્લેખનિય છે કે, ભારતી ઘોષ પૂર્વ IPS અધિકારી છે અને એક સમયે તે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીકના ગણાતા હતા.