અમદાવાદ(ગુજરાત): અમેરિકન દંપત્તિ-નાથન અને જેસિકાએ અમદાવાદના ઓઢવના શિશુગૃહમાં 5 વર્ષની અર્પિતા નામની દીકરીને દત્તક લીધી છે.ઓઢવ શિશુ ગૃહમાં ભાવસભર વાતાવરણમાં યોજોયેલા આ દિકરીને દત્તક લેવાના કાર્યક્રમમાં સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલે પણ ઉપસ્થિત હતા.
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમેરિકન દંપત્તિને દીકરી દત્તક લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને મને વિશ્વાસ છે કે, હવે અર્પિતાનું ભવિષ્ય વધુ સુરક્ષિત રહેશે. પરિવારનો પ્રેમ અને હૂંફ હવે અર્પિતાને મળશે.
નાથને રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું દીકરીને દત્તક લઈને ખુબ ખુશ છું. ગાંધીનગરમાંથી બિનવારસી હાલતમાં 5 વર્ષની અર્પિતા મળી આવી હતી. ત્યારબાદ ઓઢવના શિશુગૃહમાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. અમેરિકન દંપત્તિએ અર્પિતાનું નામ ‘જૉય’ રાખ્યું છે.
મળતી માહિતી મુજબ, દસ મહિનાના ‘કર્તવ્ય’ને માતા-પિતાની છત્રછાયા અમદાવાદ જિલ્લા બાળક સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા કચેરીના સંયુક્ત પ્રયાસો અને દેખરેખ અંતર્ગત જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેના માર્ગદર્શનથી શિશુગૃહમાં મળી છે. તેને દત્તક લેનાર દંપતી મહારાષ્ટ્રના હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.