હાલમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક ખુબ રાહતનાં સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ પોરબંદરના યુવાને બાઇકમાં પાણીથી ચાલે તેવી કીટ બનાવી છે. આ કીટમાં મેટલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને પાણીને ગેસમાં પરિવર્તિત કરી બાઇક સ્ટાર્ટ કરી ડેમો પણ બતાવવામાં આવ્યો હતો.
પોરબંદરમાં રહેતો 22 વર્ષીય ભાવિન અશ્વિનભાઈ જોગીયા એ BSC ફિઝિક્સ સુધીનો અભ્યાસ કર્યો છે. આ યુવાનને તેના મામાએ એક વિચાર આપ્યો હતો કે, પાણીથી બાઇક ચાલે તેવી કીટ બનાવી શકાય. જેને લીધે આ યુવાને ખુબ જહેમત ઉઠાવીને બાઇકમાં પેટ્રોલની જરૂર ન પડે તેમજ પાણીથી બાઇક ચાલે તેવી કીટ તૈયાર કરી છે.
આ કીટમાં મેટલ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને પાણીને ગેસમાં પરિવર્તિત કરી શકાય તેવી કીટ જે ફિટ કરતા જેમ પેટ્રોલ, ડીઝલ, LPG તથા CNGથી વાહન ચાલે તેમ આ કિટથી પણ શુદ્ધ પાણીથી ફ્યૂઅલની કેપેસિટી વધારનાર આ કીટ પાણીથી બાઇક ચલાવી શકે છે તેવો ડેમો આ યુવાને બાઇકમાં બતાવ્યો હતો.
ભાવીન જણાવતાં કહે છે કે, હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેમજ પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે ત્યારે બાઇકમાં પાણીને ગેસમાં રૂપાંતર કરી એન્જીનમાં સપ્લાય કરી શકાય તેવી આ કીટ છે. જે બાઇકમાં ફિટ કરવાથી કારબેટર ક્લીન કરાવવાની જરૂરીયાત ન રહે.
આની સાથે જ સરકાર પાણીથી બાઇક ચાલે તે માટે પરવાનગી આપે નહિ એટલે 50% ફ્યુઅલ કેપેસિટી વધારનાર હાઈબ્રીડ કીટ બનાવવી પડે. બાઇકમાં 110 CC એન્જીનમાં 1 લીટર પાણીથી 500 મિ. ચાલે. આ યુવાને 6 મહિના અગાઉ કીટ બનાવીને ટ્રાય કરી હતી પરંતુ બાઇક શરૂ થયું ન હતું.
ત્યારપછી 6 મહિના દરમ્યાન આ યુવાને 50 વાર કેમિકલ, અનેકવિધ મેટલ ઇલેક્ટ્રોડ તેમજ ઇલેક્ટ્રોલાઈડમા પ્રયોગ કરી જહેમત ઉઠાવીને આ કીટ બનાવી હતી કે, જે સફળ પ્રયોગ રહ્યો હોવાનું આ યુવાને કહ્યું હતું. અનોખી શોધને લીધે યુવાનની પ્રશંસા થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle