સ્ત્રીઓને અનેકવિવિધ રીતે જાગૃત્ત કરવા માટે કેટલાક લોકો કાર્ય કરતા હોય છે ત્યારે સુરત શહેરના 42 વર્ષીય ઉંમર ધરાવતા દુરૈયા તપિયા હંમેશા કંઈક જુદી રીતે સ્ત્રીઓને અવેરનેસ લાવવાનો પ્રયાસ કરતા રહેતા હોય છે.
દુરૈયા તપિયા સામાજિક કાર્યકર સાથે બાઈક રાઈડર તેમજ ટ્રક રાઈડર પણ છે. બાઈક પર તેઓ મહિલા સશક્તિકરણ માટે અનેક જગ્યાએ રાઈડ કરી ચુક્યા છે. આની સાથે જ સ્વચ્છ ભારત, સશક્ત નારી, આત્મનિર્ભર ભારતનો સંદેશ ભારતના અનેકવિધ ગામડાઓની મહિલાઓ સુધી પહોંચાડવા માટે તેમણે ટ્રક રાઈડ પણ કરી છે કે, જેની માટે દુરૈયા તપિયાને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ તથા ‘એશિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન મળ્યું છે.
અનેકવિધ જગ્યાએ મહિલાઓને કંઈક સંદેશ પહોંચાડવા માટે બાઈક રાઈડની શરૂઆત કરી:
દુરૈયા જણાવે છે કે, હું બાળપણથી જ બાઈક ચલાવી રહી હતી. ત્યારબાદ વર્ષ 2015થી એક NGO સાથે મળીને અનેકવિધ જગ્યાએ મહિલાઓને કંઈક સંદેશ પહોંચાડવા માટે બાઈક રાઈડની શરૂઆત કરી હતી. પોતાના શહેરમાં બાઈક ચલાવવું તેમજ અન્ય દેશોમાં બાઈક ચલાવવું અલગ હોય છે.
દરેક દેશના નિયમ મુજબ રાઈડ કરવામાં અનેક મુશ્કેલીઓ સામે આવે છે ત્યારે મેં તમામ ઋતુમાં રાઈડ કરી છે પરંતુ આ રીતે રાઈડ કરવાથી અન્ય મહિલાઓ પણ મને જોઈને પોતાના સપના પૂર્ણ કરવા માટે સક્ષમ બને હંમેશા મારા એવા પ્રયત્નો કરું છે. જયાં પણ જઉં છું ત્યાં મહિલાઓને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરીત કરું છું તેમજ દિકરીઓને પણ બોજ ન માની તેમને સારું શિક્ષણ આપવું એ વાત સમજાવવાનો પ્રયાસ કરતી રહું છું.
વર્ષ 2019માં મને 36 કલાકમાં કુલ 2,500 કિમીની રાઈડ કરવા બદલ એલડીઆર(લોંગ ડીસ્ટન્સ રાઈડર્સ) નું સર્ટિફિકેટ મળ્યું હતું. આની સાથે જ LDR સર્ટિફિકેટ મેળવનાર ભારતની બીજી મહિલા બની હતી. સામાન્ય રીતે પુરુષો ટ્રક ચલાવે છે કે, જેથી મારા માટે થોડુ અઘરું હતું. ટ્રક ચલાવવા માટે મેં સતત 4 મહિના સુધી હાઈવે તેમજ ઘાટ પર જઈને દરરોજ 4 થી 5 કલાકની પ્રેકટીસ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.