રાજનૈતિક દુશ્મનીઓ ભૂલીને યોગી આદિત્યનાથ પહોંચ્યા સપા સંસ્થાપક મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા, જાણો ક્યારે છે અંતિમ સંસ્કાર

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) નું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15…

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ (Mulayam Singh Yadav) નું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને થોડા દિવસો પહેલા યુરિનરી ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવના મૃતદેહને હોસ્પિટલથી સૈફઈ લઈ જવામાં આવી રહ્યો છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે સૈફઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર માટે સૈફઈમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વહીવટીતંત્ર તૈયારીઓમાં લાગેલું છે, ત્યારે મુલાયમ સિંહના નિવાસસ્થાનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને તેમના સમર્થકો મુલાયમ સિંહના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે.

હાલમાં સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવનો મૃતદેહ સૈફઈ પહોંચી ગયો છે. તેમના અંતિમ દર્શન માટે સ્થળ પર લોકોની ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ નેતાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આવા શોકના સમયે રાજકીય દુશ્મની ભુલી સૈફઈમાં મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી છે. સૈફઈમાં નેતાજીનો પાર્થિવ દેહ પહોંચે તે પહેલા જ સીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હવે તેમણે મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી છે. જે તસવીર સામે આવી છે જેમાં અખિલેશ યાદવ અને અન્ય નેતાઓ પણ સાથે ઉભા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *