હાલનો સમય એ ટેકનોલોજીનો સમય છે. હાલમાં માનવીને ઉપયોગમાં આવતી ઘણી નવી વસ્તુઓ બહાર આવતી હોય છે. વૈજ્ઞાનિકો નવાં-નવાં સંશોધન કરીને વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનાં ચંપલ તૈયાર કર્યા છે. તે પાણી તેમજ માટીમાં કુલ 16 સપ્તાહથી વધુ સમય સુધી રહેવાં પર તે આપમેળે જ ઓગળી પણ જશે. એનું લક્ષ્ય સમુદ્ર તથા માટીમાંથી પ્લાસ્ટિકનો કચરો ઓછો કરવાનું છે. ચંપલ બનાવવામાં પોલીયુરેથીન ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એને સમુદ્રની લીલનાં તેલથી તૈયાર કરવામાં આવી રહી છે.
આ ચંપલને તૈયાર કરનાર કેલિફોર્નિયાની સેન ડિએગો યુનિવર્સિટીનાં જણાવ્યા મુજબ પ્લાસ્ટિકનાં ચંપલ સમુદ્રની અંદર જાય છે તથા સમુદ્રી જીવોની માટે જોખમ ઉત્પન્ન કરે છે. તેને ઓગળવા માટે હજારો વર્ષોનો સમય પણ લાગી જાય છે, એટલા માટે અમે એવાં મટીરીયલમાંથી તૈયાર કર્યા છે જે આપમેળે જ ઓગળી જાય છે. એની મદદથી પ્લાસ્ટિક તથા રબર દ્વારા થતાં પ્રદૂષણને ઘટાડવામાં ઘણી મદદ પણ મળશે.
તેને તૈયાર કરનારાં સંશોધનકર્તાનાં જણાવ્યા મુજબ આ પ્લાસ્ટિક એકદમ ફ્લેક્સિબલ તેમજ સસ્તું પણ છે. તે ન તો સમુદ્રને પ્રદૂષિત કરે છે તથા ન તો દરિયાઇ જીવોની માટે જોખમ ઊભું કરે છે. તેને જૂતાની વચ્ચે મિડ-સોલ તરીકે પણ લગાવી શકાય છે.
સંશોધકના જણાવ્યા મુજબ છેલ્લા કુલ 50 વર્ષમાં મનુષ્યએ કુલ 6 મિલિયન એટલે કે કુલ 60 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો એકઠો કર્યો છે. તેમાંથી ફક્ત 9% કચરાને જ રિસાયકલ કરવામાં આવે છે. કુલ 79% કચરો તો જમીનની નીચે દબાઈ જાય છે તેમજ પર્યાવરણમાં પણ હાજર રહે છે. જ્યારે કુલ 12% કચરો સળગાવી દેવામાં આવે છે.
.@ucsdbiosciences & @UCSDPhySci researchers formulated polyurethane foams made from algae oil to meet commercial specifications for midsole shoes and flip-flops, a development that could help eradicate tons of plastic waste from beaches and landfills. https://t.co/4Kn6zUikgq
— UC San Diego (@UCSanDiego) August 7, 2020
ભારતનાં કેટલાંક આઈલેન્ડ્સ પર ચંપલ તેમજ બુટ પણ મળ્યાં છે. અહીં મળી આવેલ પ્લાસ્ટિકનાં કચરામાંથી કુલ 25% કચરો બુટ-ચંપલનો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP