એવું કહેવામાં આવે છે કે બચત એ દરેક વ્યક્તિના ભવિષ્યની કમાણી છે જેના દ્વારા તે એક દિવસ તેના સપનાને પૂર્ણ કરી શકે છે. પરંતુ બચતની શોધમાં કેટલાક લોકો તેમની જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદતા નથી. તેથી વિશ્વ તેમને કંજુસી કહેવાનું શરૂ કરી દે છે. આજે અમે તમને વિશ્વની ‘મહાન કંજૂસ’ મહિલા વિશે જણાવીશું. જે કંજુસીની બધી મર્યાદાઓને વટાવે છે. જેમના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
દુનિયાની એવી એક કંજૂસ મહિલા છે જેમનું નામ બેકી ગુઈલ્સ છે. જેમની ઉમર 41 વર્ષની છે. તે મહિલાનું માનવું છે કે તે દુનિયામાં કઈ પણ વસ્તુઓ સસ્તા ભાવમાં અને એકદમ મફત લઇ શકે છે. પૈસા બચાવવા માટેના નવા વિચારો તેમના મનમાં દરરોજ આવતા રહે છે. આ મહિલા કહે છે કે, પૈસા બચાવવાનો મતલબ પૈસા કમાવવાનો પણ છે. આ મહિલા તો એટલી કંજૂસ છે કે તેણે પૈસા બચાવવા માટે તેમના ઘરની પાણીની લાઈન પર બંધ કરી દીધી છે. પાણીની તંગીને પહોચી વળવા માટે બહારથી બરફ ભેગો કરે છે અને પછી તેમનો ઉપયોગ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા વોશિંગ મશીનમાં કપડા ધોવાની સાથે તે બરફથી વાસણો પણ ધોવે છે અને સાથે દાંત પણ સાફ કરે છે અને અન્ય ઘરના સભ્યોને પણ આવું કરવા માટે કહે છે. આ મહિલાએ બચત કરીને પ્રથમ વર્ષમાં એટલા રૂપિયા ભેગા કર્યા કે તેમની આવકના અભાવને લીધે થયેલી નુકસાનીની ભરપાઈ કરવામાં આવી હતી.
બેકી ગુઈલ્સનો પરિવાર પણ કંજુસાઈથી ટેવાઈ ગયો હતો. હાલમાં તેમના પરિવારમાં 39 વર્ષીય પતિ જય, 7 વર્ષીય બાળક જોર્જ અને 4 વર્ષીય બાળક કોલ્ડન ની સાથે 25,000 પાઉન્ડની નોકરી છોડીને હાલમાં ગૃહિણીનું જીવન જીવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.