જો દરેક સંતાનો માતા-પિતાની આવી કાળજી રાખતા હોય, તો વૃદ્ધાશ્રમની જરુર જ ના પડે!

માતા પિતાની દિનરાત સેવા કરતા શ્રવણના કળિયુગમાં પણ દર્શન થઇ રહ્યા છે, હાલ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થયો છે. માતા અને પિતા પોતાના સપના અધૂરા છોડી, પોતાના દીકરા દીકરીના સપના પુરા કરતા હોય છે, માતા પિતાને એક જ આશ હોય છે કે, તેમના દીકરા તેમના વૃદ્ધાવસ્થામાં તેમનું ધ્યાન રાખે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં માતા પ્રત્યે પુત્રની કેટલી ચિંતા અને કાળજી રહેલી છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ દીકરાએ માતા માટે કંઈ મોટું કામ નથી કર્યું, પરંતુ તેણે જે કર્યું તે જોઈને જોનારા દરેક લોકો ભાવુક થઈ જશે. આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

આ વીડિયોમાં એક પુત્ર તેની માતા પર પ્રેમ વરસાવી રહ્યો છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે અને આ ઠંડી દરમિયાન એક ખુબ જ સુંદર વિડીયો સામે આવ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે ઠંડીના મોસમમાં એક પુત્ર તેની વૃદ્ધ માતાની સાર-સંભાળ લઈ રહ્યો છે. માતાને ઠંડીથી બચાવવા આ દીકરો માતાને માથે દુપટ્ટો બાંધી દે છે. માતા પિતાને બીજું શું જોઈએ જયારે તેમના દીકરા તેમના વૃદ્ધાવસ્થામાં નાની વાતોનું ધ્યાન રાખતા હોય.

IPS ઓફિસર દીપાંશુ કાબરા પણ આ વિડિયો જોઈને ખુબ ઈમોશનલ થયા હતા. આ વીડિયો તેના દિલને એટલો ઊંડો સ્પર્શી ગયો કે તે તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. તેણે આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે IPS ઓફિસર દીપાંશુ કાબરાએ તેના કેપ્શનમાં લખ્યું કે ‘દીકરો હોય તો આવો…’ એ જોઈને આનંદ થયો કે આજે પણ શ્રવણ જેવા પુત્રો છે. હું ઈચ્છું છું કે દરેક ઘરમાં આવા પુત્રો હોય જેથી સમાજને ક્યારેય વૃદ્ધાશ્રમની જરૂર ન પડે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *