સુરતમાં ગુરુવારના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં 13 વર્ષની એક છોકરીએ કેટલાક અજાણ્યા છોકરાઓએ છેડતી કરી હોવાની ફરિયાદનોંધવી હતી. જો કે, જ્યારે આ મામલે પોલીસે તપાસ કરી તો તેમને જાણ થઈ કે, છોકરીની સાથે આવો કોઈ બનાવ બનીયો નથી. પરંતુ બોયફ્રેન્ડ ન હોવાથી તેના મિત્રો તેને વારંવાર પરેશાન કરતાં હતા અને તેને બતાવી દેવા જ આ બનાવટી વાત ઉપજાવી કાઢી હતી.
ગુરુવારે છોકરી સ્કૂલથી ઘરે પરત ફરી હતી અને રસ્તામાં કેટલાક છોકરાઓએ તેની છેડતી કરી હોવાની વાત માતા-પિતાને જણાવી હતી. ફરિયાદ નોંધાવવા પર પોલીસ છોકરીને રાંદેર રોડ પર લઈ ગયા અને ક્યા આ ઘટના બની હતી તે જણાવવા કહ્યું. જે બાદ છોકરી આ રોડ પર આવેલી એક જગ્યા પર પોલીસની ટીમને લઈ ગઈ અને દાવો કર્યો કે જ્યારે તે સાઈકલની ચેન ઠીક કરી રહી હતી ત્યારે કેટલાક છોકરાએ તેની છેડતી કરી હતી.
છોકરીના નિવેદન બાદ પોલીસે તે વિસ્તારના કેટલાક દુકાનમાલિકો સાથે ઘટના વિશે વાતચીત કરવા માટે પહોંચી હતી. જો કે તેમણે આવી ઘટના બની ન હોવાનું કહ્યું હતું. જે બાદ પોલીસે ઘટનાસ્થળ પાસેની દુકાનોમાંથી સીસીટીવી ફૂટેજ હાથ ધર્યા હતા. જેમાં જોવા મળ્યું કે છોકરી તે વિસ્તારમાંથી સામાન્યરીતે જઈ રહી છે અને કોઈએ પણ તેની છેડતી કરી નથી.
બાદમાં પોલીસે છોકરીને સત્ય જણાવવાનું કહેતા તે ભાંગી પડી હતી અને આ વાત પોતે ઉપજાવી કાઢી હોવાનું જણાવ્યું હતું. છોકરીએ આખી બનાવટી ઘટના એટલા માટે ઉપજાવી કારણ કે તે મિત્રોને બતાવવા માગતી હતી કે, તેને પણ છોકરાઓ પસંદ કરે છે. તેણે કહ્યું કે તેનો કોઈ બોયફ્રેન્ડ હોવાથી મિત્રો તેની મજાક ઉડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.