અદાણી ગ્રુપ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ખરીદેલ હિસ્સો વેચવાની તૈયારીમાં? -જાણો હકીકત  

અદાણી ગ્રુપની કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનો થોડા હિસ્સાનું વેચાણ કરી શકે છે. કંપનીની કતાર ઇન્ટરનેશનલ ઓથોરિટીની સાથે વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ એ અદાણી એન્ટરપ્રાઇઝની સબસિડીયરી કંપની છે.

છેલ્લાં થોડાં સમયથી અદાણી ગ્રુપ ભારત દેશનાં વિવિધ એરપોર્ટમાં પોતાનો રસ દાખવી રહ્યું છે. એડીબલ ઓઇલથી પાવર જેવા કેટલાક ક્ષેત્રોમાં અદાણી ગ્રુપની પાંખો ફેલાયેલી છે. ખુબ ઓછા સમયમાં અદાણીએ બિઝનેસમાં સફળતા મેળવીને ઉંચાઇઓ હાંસલ કરી છે.

મળેલ જાણકારી પ્રમાણે, અદાણી એન્ટરપ્રાઇઝ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હિસ્સેદારીનું વેચાણ કરીને કુલ 750 મિલિયન ડોલર ઉભા કરવા માંગે છે. કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની પ્રાથમિકતા મુંબઇ એરપોર્ટમાં રોકાણ કરવાની છે પણ વિકલ્પ તરીકે કંપની અદાણી એરોપર્ટ હોલ્ડિંગ્સમાં હિસ્સેદારીની ખરીદી કરી શકે છે.

કતારનાં સોવરેન વેલ્થ ફંડે અદાણી મુંબઇ ઇલેકટ્રીસિટીમાં પણ રોકાણ કર્યું છે. અદાણી ટ્રાન્સમિશન મુંબઇમાં કુલ 3 કરોડથી વધારે ગ્રાહકોની વીજળી પુરી પાડી રહ્યું છે. કયુઆઇએએ વર્ષ 2020ના ફેબ્રુઆરી માસમાં અદાણી મુંબઇ ઇલેકટ્રીસિટીનો કુલ 25.1% હિસ્સો કુલ 3,220 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જેમાંથી કુલ 1,210 કરોડ રૂપિયા ઇકવિટી રૂપમાં તથા કુલ 2,010 કરોડ દેવાની ચુકવણી માટે હતા. ગયા મહિને અદાણી ગ્રુપે મુંબઇ એરપોર્ટમાં એરપોર્ટ ડેવલપર્સ લિમિટેડની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી. આ ડીલ બાદ અદાણી ગ્રુપ દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર ગ્રુપ બની જશે.

મુંબઇ એરપોર્ટમાં જીવીકેની કુલ 50.5% ભાગીદારી છે. આની ઉપરાંત અદાણી ગ્રુપે એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રીકા તથા સાઉથ આફ્રિકાની બિવેસ્ટ ગ્રુપની સંયુકત કુલ 23.5% ભાગીદારીની ખરીડી કરવાની પણ જાહેરાત કરી છે. આ ભાગીદારી હાંસલ કર્યા બાદ અદાણી ગ્રુપની મુંબઇ એરપોર્ટમાં કુલ 74% ભાગીદારી થઇ જશે.

બાકીનો કુલ 26% ભાગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાની પાસે છે. જીવીકે ગ્રુપની સાથે થયેલ ડીલ પ્રમાણે અદાણી એરપોર્ટને નવી મુબંઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની કંટ્રોલીંગ ભાગીદારી પણ મળી જશે. દેશના કમાણી કરવાવાળા એરપોર્ટમાં નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ સામેલ થાય છે.આ એરપોર્ટનું નિર્માણ પણ જીવીકે દ્રારા કરવામાં આવ્યું હતું. અદાણી ગ્રુપને કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, લખનૌ,મેંગલોર,જયપુર,તિરુવંથપુરમ તથા ગૌહાટી એરપોર્ટ કુલ 50 વર્ષ માટે લીઝ પર આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *