બિહારમાં એકપછી એક હાથરસ જેવી ઘટનાઓ બની રહી છે, આ વખતે તો યુવતી સાથે એવી ક્રુરતા કરી કે…

Published on: 2:45 pm, Tue, 13 October 20

બિહાર રાજ્યની રાજધાની પટનાની પાસે બક્સરમાં એક મહિલા સાથે દુષ્કર્મનો તેમજ તેનાં માસૂમ 5 વર્ષના બાળકની હત્યા કરવાનો મામલો બહાર આવ્યો છે. બક્સરમાં એક દલિત મહિલા સાથે આરોપીઓએ બળાત્કાર કર્યો તેમજ વિરોધ કરવા ઉપર તેનાં 5 વર્ષનાં બાળકનું ગળું દબાવી હત્યા કરી. આરોપીઓ દ્વારા પીડિતા તેમજ તેનાં બાળકને મૃત સમજીને નહેરમાં ફેંકી દીધા હતા. હાલ પીડિત મહિલાની હોસ્પિટલમાં સારવાર ચાલે છે. પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ પર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જાણકારી મુજબ, શનિવારે મહિલા પોતાનાં દીકરા સાથે બેંક જતી હતી. તેમાં આરોપીઓએ રસ્તામાં મહિલા તેમજ તેનાં દીકરાને પકડ્યા હતા. આરોપીઓ દ્વારા મહિલાની સાથે બળાત્કાર કરવામાં આવ્યો તેમજ વિરોધ કરવા ઉપર માસૂમ બાળકનું ગળું દબાવી દીધું. બનાવને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મહિલા અને તેના બાળકને નહેરમાં ફેંકી દીધા તેમજ ત્યાંથી ફરાર થઇ ગયા. રાહગીરોએ બનાવની સૂચના પોલીસને આપી. બનાવ સ્થળે જ્યારે પોલીસ પહોંચી ત્યારે મહિલા બેભાન હતી.

પીડિતાની ફરિયાદ ઉપર પોલીસે બે નામ સાથે તેમજ 5 અજ્ઞાત લોકો સામે FIR દાખલ કરી લીધી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે તેમજ મહિલાને સારવાર માટે બક્સરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી છે.

આ બનાવ બાદ પીડિતાનાં પિતાએ કહ્યું કે, તેમની દીકરી પોતાનાં 5 વર્ષનાં દીકરા સાથે બેંક જવા માટે નિકળી હતી. પરંતુ 11 વાગ્યા બાદ તેનો મોબાઈલ બંધ થઇ ગયો. સવારનાં સમયે નહેરમાં તેમની દીકરી સાથે તેનો દીકરો પણ બંધાયેલો જોવા મળ્યો હતો. મહિલાને બચાવવામાં આવી, પણ મોસૂમ બાળકનું મૃત્યુ થઇ ગયું હતું. પીડિત મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે, ઘણા લોકોએ તેને ઘેરી લીધી તેમજ ત્યાર બાદ અપહરણ કરી ગેંગરેપ કર્યો. એ પછી મહિલાને તેનાં દીકરા સાથે બાંધી નહેરમાં ફેંકી દીધી હતી.

જ્યારે મહિલાનાં ચીખનો અવાજ આવ્યો ત્યારે લોકો તેને બચાવવા માટે કૂદી પડ્યા. મહિલાને નહેરમાંથી બહાર કાઢવામાં આવી પરંતુ તેનાં બાળકનું મૃત્યુ થઇ ગયું હતું.