આજે પ્રજાસત્તાક પર્વ પર ગુજરાતના 18 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક મેડલ આપવામાં આવ્યું

President Police Chandrak Medal: પ્રજાસત્તાક પર્વ(President Police Chandrak Medal) પ્રસંગે ગુજરાતમાં 20 સહિત 1132 મેડલોની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે બે રાષ્ટ્રપતિ વિરતા મેડલ, 275 વીરતા મેડલ, 102 રાષ્ટ્રપતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, જ્યારે 753 મેરીટોરીયસ સર્વિસ મેડલની જાહેરાત કરાઈ હતી.તેમાંથી પ્રજાસત્તાક પર્વ પ્રસંગે ગુજરાતના 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ બે અધિકારીઓને જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 20 મેડલની જાહેરાત કરવામાં આવી હતી
ગુજરાત માટે 20 મેડલની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 18 પોલીસ અધિકારીઓ અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસચંદ્રક જાહેર કરવામાં આવ્યા છે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ બે અધિકારીઓને જાહેર કરવામાં આવ્યા છે. પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે 16 અધિકારીઓના નામ જાહેર કરાયા હતા.

આ લોકોને આપવામાં આવ્યા મેડલ
SRP નડિયાદમાં DYSP શશીભૂશન શાહ તેમજ ભરૂચના ASI પ્રદીપ મોઘેને વિશિષ્ટ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. વિશિષ્ટ સેવામાં અમદાવાદ રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ તેમજ ટ્રાફિક JCP નરેન્દ્ર ચૌધરીનું નામ જાહેર કરવામાં તેમને મેડલ આપવામાં આવ્યા છે.ગાંધીનગરના IPS રાઘવેન્દ્ર વત્સ સહિત જૂનાગઢ DYSP ભગિરથસિંહ ગોહિલનું નામ જાહેર કરી તેમને મેડલ એનાયત કરવામાં આવ્યા છે. વડોદરા SRP DYSP કિરીટ ચૌધરી સને ભમરાજી જાટને મેડલ અર્પિત કરવામાં છે.

PSI દિલીપસિંહ ઠાકોર, અલ્તાફખાન પઠાણ, કમલેશસિંહ ચાવડા, શૈલેષ પટેલ, યોગેન્દ્રસિંહ રાઠોડનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તે લોકોને પણ આ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ASI શૈલેષ દુબે, જલુભાઈ દેસાઈ, જયેશ પટેલ, અભેસિંગ રાઠવા, સુખદેવ ડોડીયાનું નામ જાહેર પોલીસ ચંદ્ર્ક માટે જાહેર કરી તેમને આજેરોજ આ મેડલ આપવામાં આવ્યું હતું