આજે ફ્રાંસથી ગુજરાતમાં આવશે વધુ ત્રણ રાફેલ વિમાનનો કાફલો, જાણો વિગતવાર

ચીન દેશની સાથે સરહદ પર ભારે તંગદીલી વચ્ચે ભારત દેશને ફ્રાંસ દેશની પાસેથી અવકાશી યોદ્ધો રાફેલ યુદ્ધ વિમાનોનો બીજો કાફલો મળવા જઈ રહ્યાં છે. આ યુદ્ધ વિમાનો ભારત દેશને આજ રોજ મળવા જઈ રહ્યા છે. અગાઉનાં તબક્કામાં કુલ 5 રાફેલ ભારત દેશને મળ્યા છે. તેમજ તે પણ ફૂલ લોડેડ. આ વિમાનો પછી આજ રોજ તેનો બીજો કાફલો ભારત દેશમાં આવવાનો છે, તેમજ બીજા કાફલામાં કુલ 3 વિમાન સૌ પ્રથમ ગુજરાત રાજ્યમાં આવશે.

ઈન્ડિયન એરફોર્સને આજ રોજ રાફેલનો બીજો કાફલો મળશે. આજ રોજ રાફેલનો બીજો કાફલો ગુજરાત રાજ્યમાં આવવાનો છે એવા ખાસ સમાચાર મળ્યા છે. ત્રણેય વિમાન જામનગર જીલ્લા એરબેઝ પર ઉતરાણ કરશે, માત્ર આ જ નહીં ત્રણેય રાફેલ વિમાન જામનગર શહેરમાં જ રાત્રિરોકાણ પણ કરવાનાં છે, તેમજ આવતીકાલે એટલે કે ગુરુવારનાં રોજ અંબાલા એરબેઝ પર જશે.

આ અંગે મળેલ માહિતી અનુસાર ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન ચાલુ કર્યા બાદ 7364 કિમીની સફર અટક્યા વગર પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાત રાજ્યમાં આવી પહોંચવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખતે આ ત્રણેય રાફેલ ગુજરાત રાજ્યનાં જામનગર શહેરના એરબેઝ પર લેન્ડ કરશે. તેનાં આવતાની સાથે જ ભારત દેશમાં રાફેલની સંખ્યા કુલ 8 થઈ જશે. આવનારા 2 વર્ષમાં ફ્રાંસ કુલ 36 જેટલા ફાઈટર જેટ ડિલિવર કરશે.

અહિયાં નોંધનીય છે કે, ભારત દેશે ઈન્ડિયન એરફોર્સ માટે ફ્રાંસ દેશની સાથે વર્ષ 2016માં 58 હજાર કરોડમાં 36 જેટલા રાફેલ ફાઈટર જેટની ડીલ કરી હતી. 36 માંથી 30 જેત્લ્લા ફાઈટર જેટ્સ હશે તેમજ 6 જેટલા ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટુ સીટર હશે તેમજ તેમાં પણ ફાઈટર જેટ્સ જેવા બધા જ ફિચર હશે. મળેલ માહિતી મુજબ, રાફેલની સાથે હવામાં ફ્યુલ ભરનારું ફ્રાંસનાં એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ હશે. ગઈ 29 જુલાઈનાં રોજ ફ્રાંસથી કુલ 5 રાફેલ ભારત દેશ આવ્યા હતા. તે સમયે પણ હવામાં ઈંધણ ભરાયું હતું.

70 લાખની હૈમર મિસાઇલ
વ્યૂહાત્મક નિષ્ણાત મારૂફ રઝા મુજબ રાફેલની ઝડપ તેને સૌથી ભિન્ન બનાવે છે. આ સિવાય પોતાનાં સમકક્ષનાં યુદ્ધ વિમાનોમાં તે ટોચ પર છે. રાફેલ હૈમર મિસાઇલથી સજ્જ હોવાનાં લીધે ભારત દેશને મોટી તાકાત મળી છે. આ મિસાઇલમાં કોઇપણ પ્રકારનાં બંકર તેમજ સપાટીને નષ્ટ કરવાની તાકાત રહેલી છે. આ મિસાઈલ 20 થી 70 km સુધી અચૂક નિશાન લગાવવા માટે માહેર છે. હૈમર મિસાઇલ કિટમાં જુદા જુદા કદના બૉમ્બ પણ ફિટ થઇ શકે છે. આ મિસાઈલ 125 kg, 250 kg, 500 kg ત્યાં સુધી અથવા 1 હજાર kgની પણ હોઈ શકે છે.

અચૂક હથિયારોથી રાફેલ સજ્જ છે..
રાફેલમાં ઘણા અચૂક હથિયારો છે. 300 મીટર સુધી માર મારનારી સ્કલ્પ ક્રૂઝ મિસાઇલ આને સૌથી વધુ મારક બનાવે છે. Meteor એર-ટૂ-એર મિસાઇલનું નિશાન ક્યારેય ચુકતુ નથી. MICA એર-ટૂ-એર મિસાઇલ આને દુશ્મનો ઉપર બધું શક્તિશાળી બનાવે છે. રાફેલ યુદ્ધ વિમાન 4.5 પીઢીનાં વિમાન છે. આ રડારને હાથતાળી આપવા માટે ખુબ જ ઉપયોગી છે. ભારત દેશ માટે આ ખુબ જ મોટી ઉપલબ્ધિ છે. હાલ સુધી ભારતની વાયુસેનામાં મિરાજ-2000 કે સુખોઈ યુદ્ધ વિમાન 3 કે 4 પેઢીનાં જ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *