ગુજરાત(Gujarat): આજે ગાંધીનગર(Gandhinagar) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ની અધ્યક્ષતામાં એક મહત્વની કેબિનેટ બેઠક(Cabinet meeting)નું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠક દરમિયાન ખેડૂતોના વરસાદથી થયેલા નુકસાન, 100 દિવસના કામના ટાર્ગેટ તેમજ તહેવારો અને ઉત્સવો પર કોરોના ગાઈડલાઈનના પાલન પર ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે આ સિવાય કોરોના રસીકરણ(Corona vaccination) અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તે અંગે પણ આ કેબીનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. સાથે જ કોરોના અંગે પણ મહત્વની ચર્ચા થઇ શકે છે અને આગામી દિવસોમાં કોરોનાના નિયમોને હળવા કરવા કે વધુ કડક કરવા તે અંગે પણ ચર્ચા થઇ શકે છે. સાથે રસીકરણ અંગે મહત્વની ચર્ચા ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.
મગફળીની ખરીદીની મુદત લંબાવવામાં આવી:
અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્યમાં આ વર્ષે મગફળીની આવક ખુબ મોટા પ્રમાણમાં થઈ છે. ત્યારે રાજ્ય સરકારે ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને મગફળી ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર હાલમાં વર્ષ 2021-22માં મગફળીની સીઝનમાં ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય:
રાજ્યમાં થોડા દિવસ ફરી વરસાદી માહોલ જામ્યો હતો અને રાજ્યના ઘણા વિસતારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. ત્યારે હવે રાજ્યમાં ચોમાસું ધીમે ધીમે અંત તરફ ધકેલાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાની વિદાયને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે રાજ્યમાંથી વિધિવત રીતે વિદાઈ થઇ ગઈ છે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થઈ જશે અને તાપમાનમાં પણ ધીમે-ધીમે વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ વર્ષે 2 ટકાથી વધારે વરસાદ નોંધાયો:
અત્રે ઉલ્લેખનીય છે કે, હવે રાજ્યમાં નવરાત્રી સમયે વરસાદનો ખતરો પણ નહી રહે અને ગરબા રસિકો ઉત્સાહથી નવરાત્રીનો આનંદ માણી શકશે. સાથે જ રાજ્યમાં હવે વરસાદની ઘટ પણ સંપૂર્ણ પણે દૂર થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં 2 ટકાથી વધારે વરસાદ ખાબકી ચુક્યો છે. જેના કારણે હવે રાજ્યમાં પાણીની અછતનો સવાલ પણ ઉભો નહિ થાય. ત્યારે મહત્વનું છે કે, આ વર્ષે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર બાજુ પડ્યો હતો અને ખેડૂતોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.