‘Chandrayaan-3’ ચંદ્રથી માત્ર એક ભ્રમણકક્ષા દૂર- ગોળાકાર કક્ષામાં લીધી એન્ટ્રી, આ તારીખે ચંદ્રની સપાટી પર કરશે લેન્ડર

Published on Trishul News at 11:26 AM, Wed, 16 August 2023

Last modified on August 16th, 2023 at 11:28 AM

Mission Chandrayaan-3: ISRO ચંદ્રયાન-3ને આજે એટલે કે તારીખ 16મી ઓગસ્ટે ચંદ્રની 100 Km X 100 Kmની ભ્રમણકક્ષામાં લાવશે. હાલમાં ચંદ્રયાન 150 કિમી x 177 કિમીની ભ્રમણકક્ષામાં ફરી રહ્યું છે. તારીખ 17 ઓગસ્ટ એ ચંદ્રયાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે ISRO ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને લેન્ડરથી અલગ કરી દેવામાં આવશે.

ચંદ્રયાનમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ કામ કરી રહ્યું છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પોતાનો પ્રોયોગ કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરી શકશે. આ મિશન મુજબ ISRO ચંદ્ર પર પાણીની શોધ કરશે. તે એ પણ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે.

23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે લેન્ડર
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી લેન્ડર તારીખ 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે. મળતી માહિતી અનુસાર, 22 દિવસની મુસાફરી પછી ચંદ્રયાન 5 ઓગસ્ટના રોજ લગભગ 7:15 વાગ્યે ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ગયું હતું. પછી વાહનને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં કેદ કરી શકાય જેથી તેની ગતિ ઓછી પણ થઈ. સ્પીડ ઓછી કરવા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ વાહનનો ચહેરો ફેરવ્યો અને 1835 સેકન્ડ એટલે કે લગભગ અડધા કલાક સુધી થ્રસ્ટર્સને ફાયર કર્યું હતું.

ચંદ્રયાને ચંદ્રની તસવીરો લીધી ભ્રમણકક્ષામાં પ્રવેશ કરતી વખતે તેના ઓનબોર્ડ કેમેરાએ ચંદ્રની તસવીરો પણ કેદ કરી રહ્યું છે. ઈસરોએ તેનો વીડિયો બનાવીને તેની વેબસાઈટ પર પણ શેર કર્યો છે. આ તસવીરોમાં ચંદ્રના ખાડા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મિશન વિશે માહિતી આપતાં ISROએ માહિતી આપી છે કે, ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ચંદ્રયાનને 23 ઓગસ્ટે ઉતરાણ કરતા પહેલા કુલ 4 વખત તેની ભ્રમણકક્ષા ઘટાડવી પડશે.

Be the first to comment on "‘Chandrayaan-3’ ચંદ્રથી માત્ર એક ભ્રમણકક્ષા દૂર- ગોળાકાર કક્ષામાં લીધી એન્ટ્રી, આ તારીખે ચંદ્રની સપાટી પર કરશે લેન્ડર"

Leave a comment

Your email address will not be published.


*