અમદાવાદમાં યુપી-બિહાર જેવી ઘટના: મણિનગરમાં યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટનાં ઈરાદે જાહેરમાં કર્યું ફાયરિંગ- જુઓ LIVE વિડીયો

Published on Trishul News at 10:47 AM, Wed, 16 August 2023

Last modified on August 16th, 2023 at 1:15 PM

Robbery at a jeweler’s shop in Ahmedabad: હાલ અમદાવાદ માંથી ધ્રુજાવી દેતા સમાચાર સામે આવ્બી રહ્યા છે.અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક યુવક લોડેડ બંદૂક લઇને લૂંટ કરવા આવ્યો હતો.આ યુવક જાહેરમાં બંદૂક લોકોને બતાવી રહ્યો હોવાનો વીડિયો પણ સામે આવી રહ્યો છે.જોકે સ્થાનિકો(Robbery at a jeweler’s shop in Ahmedabad) લોકોએ યુવકને પકડીને પોલીસને સોપી દેવામાં આવ્યો છે.પોલીસે યુવક પાસેથી બંદૂક કબજે કરી છે. હાલ યુવકની મણિનગર પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

યુવકનો બંદૂક સાથે જવેલર્સ શોરૂમમાં લૂંટનો પ્રયાસ
અમદાવાદમાં કાયદાનો ડર ના હોય તેમ ગુનેગારો બેફામ ફરી રહ્યા છે. મણિનગરના એલજી હોસ્પિટલ પાસે એક યુવક હાથમાં બંદૂક લઇને જવેલર્સ શો રૂમમાં લૂંટ કરવા જઈ રહ્યો હતો. જાહેરમાં બંદૂક નીકળતા સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા હતા. આ યુવક લૂંટ કરે તે પહેલા જ તેને પકડીને મણિનગર પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ યુવકની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

લોકોએ બંદૂક સાથે યુવકને પકડી પાડ્યો
આ યુવક જાહેર રસ્તા ઉપર હાથમાં બંદૂક અને બેગ ભરાયેલી હોવાનું એક વીડિયોમાં જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત લોકોનું ટોળું એકઠું થયું છે જેમણે આ યુવક જાહેરમાં બંદૂક બતાવી રહ્યો છે. જોકે, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને યુવકને પકડી પાડ્યો હતો.

મણિનગર પોલીસ દ્વારા આ યુવકની અટકાયત પણ કરવામાં આવી છે. આ યુવકની પ્રાથમિક પૂછપરછ સામે આવી છે કે તેનું નામ લોકેન્દ્રસિંહ શેખાવત છે અને તે લૂંટના ઈરાદે બંદૂક સાથે આવ્યો હતો.

યુવક પાસેથી બંદૂક કબજે કરવામાં આવી
મણિનગર પોલીસ સ્ટેશનના PI દીપક ઉનડકટે જણાવ્યું છે કે, આ યુવક બે દિવસથી હોટલમાં રોકાયો હતો. આજે લૂંટ કરવા લોડેડ બંદૂક લઇને આવ્યો હતો. લોકોએ જ્વેલર્સ શો રૂમ પાસેથી લૂંટ કરે તે પહેલાં જ તેને પકડીને પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. અત્યારે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ યુવક પાસેથી બંદૂક પણ કબજે કરી લેવામાં આવી છે.

Be the first to comment on "અમદાવાદમાં યુપી-બિહાર જેવી ઘટના: મણિનગરમાં યુવકે જ્વેલર્સની દુકાનમાં લૂંટનાં ઈરાદે જાહેરમાં કર્યું ફાયરિંગ- જુઓ LIVE વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*