ભારતમાં કોરોના 39 લાખને પાર -છેલ્લા 24 કલાકમાં 83,341 નવા કેસ નોંધાયા

ભારતમાં કોવિડ -19 કેસ 39 લાખનો આંકડો પાર કરી ગયો છે. શુક્રવારે કોરોના ચેપના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે એક જ દિવસમાં 83,341 નવા કેસ નોંધાયા છે.

શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક વધીને 68,472 પર પહોંચી ગયો છે, જેમાં 1,096 લોકો મૃત્યુ પામ્યા છે. દેશમાં ચેપના કેસો વધીને 39,36,748 થયા છે, જેમાંથી 8,31,124 લોકો સારવાર લઈ રહ્યા છે અને સારવાર બાદ 30,37,152 લોકો આ રોગમાંથી બહાર આવ્યા છે. ચેપના કુલ કેસોમાં વિદેશી નાગરિકો પણ શામેલ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 11.5 લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરાયું
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ જારી કરેલા આંકડા મુજબ, 3 સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં કુલ 4,66,79,145 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુવારે એક જ દિવસે 11,69,765 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 21,762 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 830 થઈ ગયો છે. ગત રોજ શહેરમાં 255 અને જિલ્લામાં 54 દર્દીઓ સાથે કુલ 309 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી શહેર જિલ્લામાં કુલ રિવર થનાર દર્દીઓની સંખ્યા 18,266 પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *