અષાઢી શુક્લ પૂર્ણિમાનાં દિવસ ને ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં મનાવવામાં આવે છે. ગુરુપૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસ નો જન્મ પણ થયેલો છે. એટલા માટે તેને વ્યાસપૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે ઋતુઓમાં પરિવર્તન પણ થઈ શકે છે. માટે જ આ દિવસે વાયુ ની ગતિ ના આધારે પાકોનું અનુમાન પણ કરવામાં આવે છે.
ગુરુપૂર્ણિમાને દિવસે શિષ્ય પોતાના ગુરુની કંઈક વિશેષ રૂપે પૂજા કરે છે. અને શિષ્ય પોતાની યથાશક્તિ મુજબ દક્ષિણા, પુષ્પ,વસ્ત્ર વગેરે ગુરુદક્ષિણા રુપે ભેટમાં આપે છે. શિષ્ય ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના બધા જ અવગુણોને ગુરુના ચરણોમાં અર્પણ કરી દેતા હોય છે. અને સાથે પોતાની ઉપર રહેલો બધો જ ભાર ગુરુના માથે આપી દેતા હોય છે. આ વર્ષે પણ 16 જુલાઈ 2019 ના રોજ ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
કોણ બની શકે છે તમારા ગુરુ.
સામાન્ય રીતે આપણે લોકો શિક્ષણ આપે તેને જ ગુરુ સમજીએ છીએ. પરંતુ વાસ્તવમાં જ્ઞાન દેવાવાળા શિક્ષકો જ આપણા ગુરુ બની શકે છે. જે જન્મોજનમના સંસ્કારોથી મુક્તિ અપાવીને ભગવાન સુધી પહોંચવાનો રસ્તો આપણને બતાવે છે તે જ વ્યક્તિ આપણા માટે ગુરુ હોઈ શકે છે. હિંદુ ધર્મ ગુરુ હોવાની તમામ શરતો બતાવવામાં આવી છે. જેમાંથી મુખ્ય 13 શરતો નિમ્ન પ્રકારની છે.
કેવી રીતે કરવી જોઈએ ગુરુ ની ઉપાસના.
▪ તમારા ગુરુને ઊંચા આસન પર બેસાડો.
▪ તમારા ગુરુ ના ચરણ ને પાણી દ્વારા ધુઓ અને સાફ કરો.
▪ ત્યાર પછી ગુરુના ચરણોમાં પીળા કે સફેદ ફૂલો અર્પણ કરો.
ત્યારબાદ કરોને સફેદ કે પીળા વસ્ત્ર આપવા જોઈએ.
▪ તમારી યથાશક્તિ મુજબ ગુરુને ફળ મિષ્ઠાન કે દક્ષિણા અર્પણ કરવી જોઈએ.
▪ ગુરુઓ પાસે તમારું દાયિત્વ સ્વીકાર કરવાની પ્રાર્થના કરો.
જો તમારે ગુરુ નથી તો શું કરવું જોઈએ.
▪ દરેક ગુરુની પાછળ ગુરુ સત્તા રૂપે શિવજી રહેલા હોય છે.
▪ જો તમારા ગુરુ ન હોય તો તમારે શિવજીને જ ગુરુ માનીને ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ ઊજવવો જોઈએ.
▪ તમે ભગવાન શ્રીકૃષ્ણને પણ ગુરુ માની શકો છો.
▪ માનસિક રૂપમાં ભગવાન શ્રીકૃષ્ણને તમે પુષ્પ,મિષ્ઠાન તથા દક્ષિણા અર્પણ કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.