મેષ:વધારે વ્યસ્ત હોવાના કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં. પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી તે તમારો ગુણ છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો કેમ કે, તેમના કારણે તમારી પણ માનહાનિ થઇ શકે છે.
વૃષભ:આજે થોડી મહત્ત્વપૂર્ણ લાભદાયક યાત્રાઓ સફળ થશે. ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને જ તમારા પક્ષમાં રહેશે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. આજે કોઇપણ પ્રકારનું લેવડ-દેવડ કરશો નહીં. ભાઇઓ સાથે સંબંધમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
મિથુન:તમે તમારી નોકરી અથવા વેપારમાં ઉન્નતિ કરશો. આર્થિક જીવનમાં સુધાર થશે. તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં નાના બાળકો હશે તો તેમની સાથે સમય વિતશે. જે જાતક નવી નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળવાની સંભાવના છે. નવી નોકરી સાથે મનગમતું પેકેજ મેળવવું મુશ્કેલ છે. નવી નોકરીમાં ઓછી સેલેરીમાં સંતુષ્ટ રહેવું પડી શકે છે.
કર્ક:ભાઇ-બહેનો વચ્ચે પ્રેમ ભાવના વધશે. તમારા પરિવારના લોકો સાથે તમે આનંદપૂર્વક સમય વ્યતીત કરશો. આ તમારા જીવનના કિંમતી ક્ષણ રહેશે. ઘરથી દૂર રહેતાં જાતકોને ઘરના લોકોને મળવાનો અવસર મળશે. જો તમે કોઇ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છો તો તે પ્રોજેક્ટ અચાનક ઉચ્ચ સ્તરે રદ્દ થઇ શકે છે. આ સ્થિતિમાં તમારે નિરાશ થવાની જરૂર નથી.
સિંહ:તમને આ સમયે પરિવારનું મહત્ત્વ સમજાશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. તમે પરિવાર માટે કોઇ પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો. જો તમે વેપાર સાથે સંબંધ ધરાવો છો તો ક્લાઇન્ટ સાથે મતભેદ થઇ શકે છે. નવા વેપારને લઇને વિવાદ થઇ શકે છે. નોકરી-વેપારમાં આવતી ચુનોતીઓ તમને પરેશાન કરશે.
કન્યા:જે લોકો નવો વેપાર શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે, તેઓ આ દરમિયાન લોકો વિશે પૂછતાછ કરી શકે છે. યોગ્ય સલાહ લીધા બાદ જ કોઇ નિર્ણયે પહોંચવું. આ સમય તમારા માટે અનુકૂળ નથી. કાર્યક્ષેત્રમાં તમારા કામ અને વ્યવહાર ઉપર આ સમયે નજર રાખવામાં આવી શકે છે.
તુલા:પરિજનોના સહયોગથી તમે ઘરનું કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરી શકો છો. આ સમયે તમને કોઇપણ વસ્તુની જરૂરિયાત હશે તો ઘરના લોકો તમારી મદદ સૌથી પહેલાં કરશે. તમારી ઓફિસમાં જલ્દી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો અનો તે કામ કરો જેને તમે કરવાનું પસંદ કરો છો. આજના દિવસે રોકાણ કરવાથી બચવું. જો તમે કોઇ પરિસ્થિતિથી ગભરાશો તો તમારો પીછો કરશે જ.
વૃશ્ચિક:ઘરના લોકોનો તમારો સાથ મળશે. જરૂરિયાત પડે ત્યારે પરિવારના લોકોને આર્થિક મદદ પણ કરો. ભાઇ-બહેનો વચ્ચે એકતાનો ભાવ જોવા મળી શકે છે. ઘરમાં કોઇ માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. કામકાજ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતિ ભંગ કરી શકે છે. તમારે તમારા મનને શાંત રાખવા અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે.
ધન:તમે નજીકના ભવિષ્યમાં સમૃદ્ધ પુરસ્કાર પ્રાપ્ત કરી શકશો. આકરી મહેનત કરતાં રહો. જલ્દી જ તમને પ્રશંસા મળશે. તમારી ધન રાશિમાં વૃદ્ધિ થઇ શકે છે. પરિવારના લોકો સાથે તમને સમય વિતાવવાનો અવસર મળશે. પારિવારિક જીવનથી તમે વધારે સંતુષ્ટ રહેશો નહીં.
મકર:કાર્યક્રમ દ્વારા ઘરમાં સુખ આવશે. જો તમે તમારા પરિવાર માટે કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો તેમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તમારે થોડી બાધાઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારે વધારે લોકો સાથે વાત કરવી જોઇએ.
કુંભ:પરિવારમાં તમારા પ્રેમ પૂર્ણ વ્યવહારથી જીવનસાથી ખુશ રહેશે. તમે તમારા ઘર-પરિવારના લોકો સાથે સુંદર ક્ષણો વિતાવશો. ઘરમાં કોઇ કાર્યક્રમ પણ થઇ શકે છે. ધન કમાવું મુશ્કેલ થશે. જેમ-જેમ મહિનો આગળ વધશે, ચુનોતીઓ ઓછી થઇ જશે અને સ્થિતિ વધારે સારી થઇ જશે. આજે તમને વધારે બચત કરવાની પ્રેરણા મળશે.
મીન:પરિજનોના સહયોગથી તમે ઘરનું કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરી શકો છો. જો આ સમયે તમને કોઇપણ વસ્તુની જરૂરિયાત હશે તો ઘરના લોકો તમારી સૌથી પહેલાં મદદ કરશે. મનમાં કોઇપણ પ્રકારનો ઘમંડ રાખશો નહીં. સંતાનના અભ્યાસ ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમારા શોખની વસ્તુઓ ખરીદવામાં પણ આજે રૂપિયા ખર્ચ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews