આજે 9 ઓક્ટોબર 2022ના રોજ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. અશ્વિન માસના શુક્લ પક્ષમાં આવતી પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, શરદ પૂર્ણિમા સૌથી પ્રસિદ્ધ પૂર્ણિમા પૈકીની એક છે. પ્રત્યેક વર્ષે અશ્વિની શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ વ્રત કોજાગરી પૂર્ણિમા વ્રત કરવામાં આવે છે. આ દિવસે રાત્રે મધ્યાન કાળમાં માતા લક્ષ્મીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા વર્ષમાં એકમાત્ર દિવસ છે જેમાં ચંદ્ર પોતાની સોળે કળાએ ખીલી ઉઠે છે.
કોજાગરી વ્રત અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. તેને કૌમુદી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે પૂર્ણિમા તિથિ સૂર્યોદય સાથે જ આરંભ થઇ રાત્રે 2.24 સુધી વ્યાપ રહેશે. અંત:સંપૂર્ણ દિવસ પૂર્ણિમા પ્રાપ્ત થઇ રહી છે. એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન કૃષ્ણએ દૈવી પ્રેમનું નૃત્ય ‘મહા-રાસ’ કર્યું હતું. આ તે દિવસ હતો જ્યારે ભગવાન કૃષ્ણએ કૃષ્ણ સ્વરૂપે દરેક ગોપીઓ સાથે રાસ કર્યો હતો. ભગવાન કૃષ્ણએ તે રાતને લંબાવી હતી અને તે રાત માનવ જીવનથી અબજો વર્ષો જેટલી હતી.
એવું માનવામાં આવે છે કે આ રાત્રે ચંદ્રના કિરણોમાંથી અમૃત પડે છે. જયારે જ્યોતિષિના જણાવ્યા મુજબ આ દિવસે ગ્રહોનો ખૂબ જ સુંદર સંઘ પણ રચાઈ રહ્યો છે. એક તરફ જ્યાં ચંદ્ર અને ગુરુ મીન રાશિમાં ગજકેસરી યોગ બનાવી રહ્યા છે. જ્યારે બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય નામનો રાજયોગ રચે છે અને બુધ અને શુક્ર મળીને લક્ષ્મી નારાયણ નામનો રાજયોગ રચે છે, ત્યારે તે જ પંચ મહાપુરુષ યોગ બુધ ભદ્ર કહેવાય છે. ગુરુ હંસ નામનો પંચ મહાપુરુષ યોગ રચવા જઈ રહ્યો છે. શનિદેવ શ્રાદ્ધ નામનો પંચ મહાપુરુષ યોગ રચવા જઈ રહ્યા છે, તેથી આ પૂર્ણિમા તિથિ શ્રેષ્ઠ ફળ આપનારી રહેશે અને વ્રત ઉપાસના પૂર્ણ ફળ આપશે.
પ્રત્યેક વર્ષે અશ્વિની શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ વ્રત કોજાગરી પૂર્ણિમા વ્રત કરવામાં આવે છે. ત્યારે આ દિવસે પરિવારના તમામ સભ્યોએ એક થઈને ઘરની સફાઈ કરવી જોઈએ કારણ કે મા લક્ષ્મીનો પ્રવેશ ફક્ત સાફ અને સ્વચ્છ ઘરમાં જ થાય છે. આ સાથે, રાત્રે ચંદ્રોદય પછી કોજાગરી પૂર્ણિમાની પૂજા કરવાનો શાસ્ત્રોક્ત નિયમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.