ઇંધણ આઉટ ઓફ કન્ટ્રોલ! આજે ફરી પેટ્રોલ-ડીઝલ થયું મોંઘુ- જાણો આજના નવા ભાવ

ઇંધણના ભાવ(Fuel prices) ઘટવાનું નામ નથી લઇ રહ્યા. ધીમે ધીમે પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો માત્ર આ મહિને ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. છેલ્લા 22 દિવસમાં જ ડીઝલ 7.00 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે. બીજી બાજુ, જો આપણે પેટ્રોલની કિંમતો પર નજર કરીએ, તો તે છેલ્લા 19 દિવસમાં 5.70 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel price hike)ના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે એટલે કે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો નોંધાયો છે. જ્યારે સામાન્ય લોકોને આ સપ્તાહે બે દિવસ રાહત મળી છે, બુધવારથી સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જો તમે આજે દિલ્હીની કિંમતો પર નજર નાખો તો અહીં પેટ્રોલ 106.89 રૂપિયા પર પહોંચી ગયું છે. ડીઝલ પણ મોંઘુ થયું અને 95.62 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું.

જણાવી દઈએ કે, ગયા મહિનાની 28 મી તારીખે, જ્યારે પેટ્રોલ 20 પૈસા મોંઘુ થયું હતું, ડીઝલ પણ 25 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. ત્યારથી તેલની કિંમતો સતત વધી રહી છે. બીજી બાજુ, જો આપણે ક્રુડ ઓઈલની કિંમતો પર નજર કરીએ તો અહીં પણ રાહતની કોઈ આશા નથી. છેલ્લા બે મહિનામાં જ કાચા તેલમાં 19 ટકાનો વધારો થયો છે.

ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ:
ક્રૂડ ઓઈલ માર્કેટમાં રાહતની કોઈ આશા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે બ્રેન્ટ ક્રૂડ પણ $ 86 ને પાર કરી ગયું હતું. જોકે તે પછી ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ ગઈકાલે બજારમાં તેજી રહી હતી. અમેરિકી બજારમાં ગઈકાલે, જ્યાં બ્રેન્ટ ક્રૂડ $ 84.61 પ્રતિ બેરલ પર બંધ થયું હતું, WTI ક્રૂડ $ 82.50 પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *