ફિલ્મ જગતમાં ખુબ સારું એવું નામ મેળવનાર પ્રખ્યાત અભિનેત્રી રેખાનો જન્મ 10 ઓક્ટોબર વર્ષ 1954માં ચેન્નાઈમાં થયો હતો. રેખા સાઉથ એકટર જૈમિની ગણેશનની દીકરી છે. રેખાની માતા પુષ્પાવલ્લી તેલુગુ અભિનેત્રી હતી. રેખાના તેની જિંદગીમાં કેટલાંક લોકોની સાથે ડેટ કર્યું હતું.
રેખાની અંગત જિંદગી વિશે વાત કરીએ તો રેખા મુંબઈના બાંદ્રામાં સી ફેસિંગ બંગલામાં રહે છે. આ બંગલાની કિંમત કરોડોમાં રહેલી છે. તેનો બંગલો ફરહાન અખ્તર તથા શાહરૂખ ખાનના બંગલાથી એકદમ પાસે છે. રેખાએ તે સમયમાં હિન્દી સિનેમામાં દાયકા સુધી રાજ કર્યું હતું.
હાલમાં તે ફિલ્મોમાં બહુ એક્ટિવ નથી રહેતી. ન તો કોઈ જાહેરાતમાં જોવા મળે છે ત્યારે સૌથી વધારે લોકોને એ જ પ્રશ્ન થાય છે કે, રેખા તેની આ વૈભવી લાઇફસ્ટાઇલ કેમ જીવતી હશે ? ત્યારે આજે અમે જણાવીશું કે, રેખાનો ખર્ચ કેવી રીતે ચાલે છે.
ફિલ્મ:
આમ તો ખુબ લાંબા સમયથી રેખા ફિલ્મોથી દૂર રહેલી છે પણ જયારે ફિલ્મમાં જોવા મળે છે ત્યારે તેને ખુબ સારા પૈસા મળે છે.
ગિફટસ :
રેખાની પાસે રહેલ સાડીઓમાંથી સૌથી વધારે તો તેને ગિફ્ટમાં મળેલ છે. રેખાની પાસે સાડીઓનું સારું કલેક્શન છે. રેખા તે જ કલેક્શનમાં કાંજીવરમ, બનારસી, મહેશ્વરી, કાંજીવરમ જેવી સાડીઓ પહેરે છે. રેખા ક્યારેય પણ ડિઝાઈનર પાસે જઈને ડ્રેસ ડિઝાઇન કરાવતી નથી.
પ્રોપટી:
સૂત્રોનું માનવામાં આવે તો રેખાને સાઉથ ઇન્ડિયા તથા મુંબઈમાં કેટલીક પ્રોપટી છે કે, જે તેને ભાડે આપી છે. એક રિપોર્ટ પ્રમાણે, તેની પાસે 40 મિલિયન ડોલર એટલે કે, કુલ 296 કરોડ રૂપિયા છે. રેખાની કમાણીનો વાતનો અંદાજ એ પરથી લગાવી શકાય કે, જયારે વર્ષ 1980-’81માં કુલ 4.25 લાખનો ટેક્સ ભર્યો હતો. આ વર્ષે અમિતાભ બચ્ચને કુલ 4.16 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો.
બ્રાન્ડ એમ્બેસેડર :
રેખા સામાન્ય રીતે તો ખુબ ઓછી જાહેરાત શૂટ કરે છે પરંતુ જયારે પણ કોઈ બ્રાન્ડની એમ્બેસેડર બને છે ત્યારે તેને ખુબ પૈસા મળે છે. રેખા ક્યારેક બ્રાન્ડ એમ્બેસેડર થાય છે. તેના ફોટોને ડિસ્પ્લે તથા હોર્ડિંગમાં જ્યારે પણ ઉપયોગ કરવામાં આવે છે. આની માટે તેને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ બિહાર સરકાર દ્વારા રેખાને બિહારની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી.
જૂનો સ્ટાફ :
રેખાના સ્ટાફની વાત કરીએ તો તેને કેટલાંક વર્ષોથી એક જ ડ્રાઇવર તથા એક જ વોચમેન છે. તેની સેક્રેટરી ફરઝાના રેખાની સાથે તેનો પડછયો બનીને રહે છે. આ પરથી જાણી શકાય છે કે, તે પોતાને મેન્ટેન કરવા માટે વધારે સ્ટાફ નથી રાખતી. રેખાનું માનવું છે કે, બચાવવાથી જ પૈસા આવે છે.
રેખા હાલમાં પણ ઇન્ડિયન મિડલ ક્લાસ વેલ્યુને માને છે. રેખા ક્યારેય પણ ડિઝાઈનર સાડીમાં જોવા નથી મળતી, ન તો તે કોઈ લેટેસ્ટ કાર ખરીદે, ફોરેન ટુર (સિવાય કે, એવોર્ડ અથવા શો સેરેમની) પર પણ નથી જતી. રેખા માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle