આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 12 કોમર્સનું પરિણામ 76.29 ટકા જાહેર થઇ ચુક્યું છે. આ વર્ષે 3.71 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ જુનાગઢ જીલ્લાનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ આવ્યા છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે.
ગયા વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું
ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું ઘટ્યું પણ ધોરણ 12 કોમર્સનું પરિણામ 3 ટકા વધ્યું છે. જ્યારે આ વર્ષે ધોરણ-12 કોર્મસમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે. બીજીતરફ ત્રણેય રિઝલ્ટમાં સુરતના વિદ્યાર્થીઓ જ આખા રાજ્યમાં ટોપ પર રહ્યા છે.
તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ આજે ધોરણ 12 કોર્મસનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ http://www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ- 2020ની પરીક્ષા માટે 5.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ ઓનલાઇન રિઝલ્ટ બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશે. બોર્ડે રિઝલ્ટ ઓનલાઇન સમય સવારના 8 વાગ્યાનો જાહેર કર્યો છે.
રેગ્યુલર 3.74 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર થયા હતા, જ્યારે કે 79 હજાર વિદ્યાર્થીઓ રીપિટર તરીકે રજિસ્ટર્ડ થયા હતા. માર્ચ- 2020ની પરીક્ષા માટે સૌથી વધુ 52 હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી રજિસ્ટર્ડ થયા હતા. જ્યારે કે અમદાવાદ શહેરમાંથી 36 હજાર અને ગ્રામ્યમાંથી 25 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા. આ વર્ષે કોરોના મહામારીને કારણે પરિણામ મોડું જાહેર કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news