સુરતમાંથી ભાજપમાં વોર્ડ નં-૪ અને વોર્ડ નં-૫ માંથી સ્વચ્છ છબી ધરાવતા યુવા હોદ્દેદારો સહિત ૩૫થી વધુ સક્રીય કાર્યકરો ભાજપ છોડીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયા અને દક્ષિણ ઝોન સંગઠન મંત્રીશ્રી રામભાઈ ધડુકની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.
સુરતમાં AAP ના ચુંટાયેલા પ્રતિનિધીઓની નિષ્ઠા, કાર્યદક્ષતા, કાર્યકુશળતા, કુનેહ અને ઈમાનદારીથી થઈ રહેલા કામોથી પ્રેરાઈને આજરોજ સુરતના વોર્ડ નં-૪ અને વોર્ડ નં-પના ભાજપના હોદ્દેદારો પૈકી ભાજપ યુવા મોરચા મહામંત્રી વિપુલભાઇ સખીયા, ભાજપ યુવા મોરચા મંત્રી યાજ્ઞીકભાઇ કાકડીયા, ભાજપ યુવા મોરચા કારોબારી સભ્ય રુપેનભાઇ લાખણકીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આ ઉપરાંત, ભાજપ કારોબારી સભ્ય મેહુલભાઇ સિધ્ધપરા, ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ અને IT કન્વિનર, ભાજપ યુવા મોરચા મંત્રી પ્રિતભાઇ લાઠીયા સહિત સ્વચ્છ છબી ધરાવતા 35થી વધુ યુવાનોની ટિમ આજરોજ અરવિંદ કેજરીવાલજીના શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર વિરોધી દિલ્લી મોડલથી પ્રોત્સાહિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
મહાનગર પાલિકાની ચુંટણીમાં વરાછા વિસ્તારની 27 સીટ પર આમ આદમી પાર્ટીએ જીતેલી બેઠક પછી સુરત ભાજપમાં અંદરોઅંદર વિવાદ સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. કાર્યકરોના રાજીનામા પછી હવે મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપને રામરામ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.