થોડા સમય અગાઉ જ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય સહભાગીઓએ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું કે, જેણે રાષ્ટ્રને કુલ 7 મેડલ જીતાડ્યા હતા કે, જે વર્ષ 2012 ઓલિમ્પિકમાં હાલમાં કુલ 6 મેડલને વટાવીને સૌથી વધારે છે. આ પ્રદર્શનનું નેતૃત્વ બરછી ફેંકનાર નીરજ ચોપરાએ કર્યું હતું કે, જેમણે ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં એથ્લેટિક્સમાં ભારતનું સૌપ્રથમ ગોલ્ડ જીત્યું હતું.
ટોક્યો ઓલિમ્પિક્સના ભારતીય મેડલ વિજેતાઓ માટે ખુબ સારા સમાચાર આવ્યા છે. સ્માર્ટફોન કંપની શાઓમીએ જાહેરાત કરી છે કે, તેઓ ભારતીય એથ્લેટ કે, જેમણે ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ મેળવ્યા છે તેમને તેઓ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન મી 11 અલ્ટ્રા ભેટમાં આપશે.
આની સાથે જ ભારતીય મેન્સ હોકી ટીમના પ્લેયરને પણ 11 એક્સ સ્માર્ટફોન આપશે. ભારતની મેન્સ હોકી ટીમ દ્વારા પણ બ્રોન્ઝ મેડલ મેળવવામાં આવ્યું હતું. શાઓમી મી 11 અલ્ટ્રા એ કંપની નો ફ્લેગશિપ સ્માર્ટફોનની કિંમત 69,999 રૂપિયા છે કે, જેમાં 12GB રેમ તેમજ 256GB સ્ટોરેજ વેરિએન્ટ આપવામાં આવે છે.
જ્યારે બીજી બાજુ મી 11 એક્સ મીડ રેન્જ સ્માર્ટફોન છે કે, જેમાં 6GB રેમ તથા 128GB સ્ટોરેજની કિંમત 29,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે તેના 8GB રેમ તથા 128GB સ્ટોરેજ ની કિંમત 31,999 રૂપિયા રાખવામાં આવી છે. શાઓમી ઇન્ડિયાના એમડી મનુ કુમાર જૈન જણાવે છે કે, ઓલિમ્પિક મેડલ મેળવવા જે મહેનતની જરૂર છે અમે તેની કદર કરીએ છીએ.
આની સાથે જ ભારતીય ખેલાડીઓ વિજેતા બન્યા છે અને મેડલ મેળવ્યું છે તેઓને આભાર વ્યક્ત કરવા માટે અમે તેમને મી 11 અલ્ટ્રા ભેટમાં આપશું. સુપર હીરો નીરજ ચોપરા, મીરાબાઈ ચાનુ, રવિ કુમાર દહિયા, લવલી બોરગોહેન, પીવી સિંધુ અને બજરંગ પૂનિયા માટે સુપર ફોન આપશું.
આની સાથે જ પુરુષ હોકી ટીમના તમામ ટીમના સભ્યો માટે મી 11 એક્સ. આપણા સપના પૂરા કરવા તેમજ 1.3 અબજ લોકો માટે આનંદ અને ખુશીના આંસુ લાવવા માટે ભગવાનનો આભાર માનવાની આ અમારી રીત છે. તમારું પ્રદર્શન ચોક્કસપણે નાના બાળકોને પ્રોત્સાહિત કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.