ક્રિકેટ મેચ વખતે સ્ટેડિયમાં બેસીને મેચની મજા માણતા કેટલાય પ્રેક્ષકના ફોટા અથવા તો વીડિયો વાઈરલ થયા પછી તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. ક્રિકેટ સિવાય અન્ય કેટલીક રમતોમાં પણ આવું જ કંઈક જોવા મળતું હોય છે કે, જ્યાં રમતનો ભાગ ના હોવા છતાં પણ કોઈ વ્યક્તિ ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં ઈન્ટરનેટ પર આગ લગાવી દે એવું ટોકિયો ઓલિમ્પિકમાં જોવા મળ્યું છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક યુવતીનો ફોટો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાપાનની રાજધાની ટોકિયોમાં હાલમાં ઓલિમ્પિક-2021નું આયોજન થઈ રહ્યું છે કે, જેમાં કેટલાક મહિલા ખેલાડીઓ પોતાના પ્રદર્શન થકી ચર્ચામાં છે. આવા સમયમાં વાયરલ થયેલ આ યુવતીને પણ ટોક્યો ઓલિમ્પિકની સાથે સાંકળીને જોવામાં આવી રહી છે.
હકીકતમાં એક ખુબ સુંદર યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે, જેમાં તે તીરંદાજી કરતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ સુંદર યુવતીને ચીન, તાઈવાન અથવા તો કોરિયાની ખેલાડી ગણાવી રહ્યાં છે. જો કે, હકીકતમાં આ યુવતી કોઈ ઓલિમ્પિક રમત સાથે સંકળાયેલ નથી.
કોણ છે આ સુંદર યુવતી અને કેમ થઈ રહી છે વાયરલ?
વાયરલ થઈ રહેલ આ વીડિયોમાં તીરંદાજી કરતી જોવા મળી રહેલ આ સુંદર યુવતીનું નામ Tzuyu જાણવા મળી રહ્યું છે કે, જે મૂળ તાઈવાનની છે. આ વિશે ખુલાસો કરતાં બ્રાઝીલની એક પત્રકારે ટ્વીટમાં લખ્યું હતું કે, મારી ફ્રેન્ડને લાગ્યું કે, Tzuyu તીરંદાજ છે તથા તેણીએ જ વાયરલ ટ્વીટ મને સેન્ડ કર્યું હતું. Tzuyu એ આઈડલ સ્ટાર એથેલેટિક્સ ચેમ્પિયનશિપમાં (ISAC) ભાગ લીધો હતો, તે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી નથી.
આ વિશે મળી રહેલ જાણકારી પ્રમાણે, તીરંદાજી કરતી Tzuyuનો આ વીડિયો 2 વર્ષ જૂનો છે. જ્યારે વર્ષ 2019માં તેણીએ ISACમાં ભાગ લીધો હતો. આ સમયે પણ તેની સુંદરતા અને તીરંદાજીને લીધે ખુબ ચર્ચામાં રહી હતી. Tzuyu વ્યવસાયે સિંગર છે. જો કે તીરંદાજી પણ કરે છે.
tzuyu representing taiwan for archery pic.twitter.com/GpoO9aTr97
— tzuyu archive (@archivetzu) July 31, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.