કેવી રીતે વહેતા પાણીમાં બનાવામાં આવે છે વિશાળકાય બ્રીજ? – અહીં ક્લિક કરી જુઓ વિડીયો

Published on: 12:36 pm, Sun, 20 June 21

અનેક વિવિધ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. ધીરે ધીરે હવે ભારતમાં પણ સી-લીંક પ્રકારના આધુનિક બ્રિજ બનાવવામાં આવી રહ્યાં છે. તેમજ ભારતની નદીઓ પર દાયકાઓ પહેલાં બનાવવામાં આવેલાં બ્રિજ આજે પણ અડીખમ કઈ રીતે ઉભા છે તે પણ વિચારવા જેવી બાબત છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર દાયકાઓ પહેલાં અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવેલો એલિસબ્રિજ પણ એનું ઉત્તમ ઉદાહરણ છે. આજના આધુનિક યુગમાં પહાડો હોય કે નદી કે પછી જમીની અંદર બધે જ વિશાળ પુલ જોવા મળતા હોય છે.પરંતુ જમીન પર અને નદી પર પુલ બનવવાની ટેકનિક અલગ અલગ હોય છે. ત્યારે શું તમે ક્યારેય એવું વિચાર્યું છેકે, નદીના વહેતા પાણી પર પુલ બનાવવાનું કેવી રીતે શક્ય બન્યું?

ફિલ્મોમાં પણ કેટલા ખાસ દ્રશ્યો વહેતી નદી પર બાંધેલા પુલ પર દર્શાવવામાં આવે છે.તમામ વ્યક્તિઓને મનમાં એ સવાલ થતો હશે કે વહેતા પાણી પર પુલ કેવી રીતે બનાવ્યો હશે.તો આજે તમને જણાવીશું કે કેવી રીતે વહેતા પાણીમાં પણ બ્રિજ બનાવી શકાય છે.

સ્વાભાવિક રીતે વિશાળ પુલ બનાવવા સરળ નથી હોતા.તેમા પણ નદી અને વહેતા પાણી વચ્ચે ખુબ જ મુશ્કેલ હોય છે.પરંતુ આધુનિક ટેક્નોલોજીની મદદ એ પણ શક્ય બન્યું છે.લાંબી નદીઓના વહેતા ધોધ વચ્ચે પણ મોટા મોટા બ્રિજ ઉભા કરી દેવામાં આવે છે.જેમાં કેટલી ખાસ પદ્ધિતિઓ હોય છે.

નદી પર ઘણા પ્રકારના પુલ બાંધવામાં આવતા હોય છે.વહેતા પાણી વચ્ચે બીમ અને સસ્પેન્સન ટાઈપ બ્રિજ બનાવતા પહેલા નદી વિશે રિસર્ચ કરવામાં આવે છે.નદીમાં પાણી કેટલું ઊંડું છે. પુલ કેટલો ભાર સહન કરી શકે છે. નદીની નીચે રહેલી માટી કેવા પ્રકારની છે.વગેરે બાબતો અંગે રિસર્ચ કરી પુલ બાંધવામાં આવે છે.

નદી અંગે રિસર્ચ કર્યા બાદ પુલ માટેનો પ્લાન તૈયાર કરવામાં આવે છે.તે મુજબ નદીમાં જ પુલનો પાયો નાખવામાં આવે છે જેને કોફરડેમ કહે છે. કોફરડેમ થોડે અંશે ડ્રમ જેવા હોય છે. આ મજબુત કોફરડેમને ક્રેન મારફતે નદીમાં લગાવાય છે.જેથી નદીનું પાણી તેની આસપાસ વહે છે પણ અંદર નથી આવતું.જો નદીનું પાણી વધારે ઊંડું હોય તો પુલ બનાવવા માટે કોફરડેમનો ઉપયોગ નથી થતો.

નદીનું પાણી વધારે ઊંડુ હોય તો બ્લોક્સથી પુલ બનાવવામાં આવે છે.આ બ્લોક્સ નદીની અંદર નહીં પણ બીજી સાઈટ પર બનાવાય છે.સંપૂર્ણ માહિતી મેળવી પરફેક્ટ પ્લાન તૈયારી કરી નદી પર પુલ બનતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.