‘ફ્રેન્ડશીપ ડે’ ના દિવસે જ બે મિત્રોએ એક મિત્રને છરીના ઘા જીંકી દીધા- વાંચો અમદાવાદની ચોંકાવનારી ઘટના

અમદાવાદ(ગુજરાત): ગત રવિવારે બે મિત્રો ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવા માટે કબીર પટેલને ઘરે બોલાવવા આવ્યા હતા. જો કે તેની તબિયત સારી ન હોવાથી, તેમની પત્નીએ…

અમદાવાદ(ગુજરાત): ગત રવિવારે બે મિત્રો ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવા માટે કબીર પટેલને ઘરે બોલાવવા આવ્યા હતા. જો કે તેની તબિયત સારી ન હોવાથી, તેમની પત્નીએ પતિ બીમાર હોવાથી પાર્ટીમાં નહીં આવે તેમ કહેતા બંને મિત્રોએ ઉશ્કેરાઇને મિત્રની પત્ની સાથે ઝઘડો કરી, મિત્ર પર છરીથી હુમલો કર્યો હતો. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઘાયલ વેપારીએ બંને મિત્રો વિરુધ ફરિયાદ નોંધાવી છે.

નવરંગપુરામાં દુકાન ધરાવતા અને અસારવામાં રહેતા કબીર પટેલ ગત રવિવારે બીમાર હોવાથી પોતાના ઘરે આરામ કરતા હતા. ત્યારે તેમના મિત્રો શિવા દરબાર અને કુલદીપ ભૈયાએ કબીરના ઘરે આવી કબીરની પત્નીને પૂછ્યું કે, કબીર ક્યાં છે? અમારે ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવાનું છે.

તેથી કબીરની પત્ની નિરમાએ પતિ બિમાર હોવાથી પાર્ટીમાં નહીં આવી શકે તેમ જણાવ્યું હતું. આ સાંભળીને શિવ દરબાર અને કુલદીપ ભૈયાએ ઉશ્કેરાઈને નિરમા સાથે ઝઘડો અને ગાળાગાળી કરી નિરમાને લાફો મારવા લાગ્યા હતા. કબીરે કુલદીપ અને શિવાને શાંત રહેવાનું કહેતાં બંનેેએ ઉશ્કેરાઈને કબીરને ઢોર માર મારીને, છરીનો ઘા મારી ત્યાંથી ભાગી ગયા હતા.

આ દરમિયાન ઈજાગ્રસ્ત કબીરકુમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા આવ્યો હતો. બીજી બાજુ શાહીબાગ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચી આવ્યો હતો. ત્યારબાદ કબીરે તેના મિત્ર કુલદીપ અને શિવ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *