ટોક્યો ઓલિમ્પિક જાપાનમાં COVID-19 રોગચાળા વચ્ચે યોજાવાનું લગભગ નક્કી છે, એથ્લેટ્સ માટે પહેલેથી જ ઘણા મોટા પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. તાજી માહિતી અનુસાર ખેલાડીઓના લક્ષ્ય અને શિસ્તને ઉચ્ચ સ્તર પર ટેસ્ટીંગ કરવામાં આવશે.
ટોક્યો ઓલમ્પિકમાં વિશ્વભરના 11,000 એથ્લેટ્સ ભાગ લેશે જેમાંથી દરેકને લગભગ 14 કોન્ડોમ મળશે, જો કે, જાપાનની રાજધાનીમાં 23 જુલાઇથી શરૂ થશે તે સમયગાળામાં પૂરા પાડવામાં આવશે. પરંતુ આયોજકોએ આ 1,60,000 ફ્રી કોન્ડોમનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઇઓસી) એઇડ્સના રોગચાળા પછી 1988 ની સિઓલ ઓલિમ્પિક વખતથી ઓલમ્પિક રમતવીરોને કોન્ડોમ આપે છે તેવી જ રીતે આ વખતે પણ કોન્ડોમનું વિતરણ કરશે. જો કે, તેઓ આ વખતે ઉપયોગ કરવાને બદલે, ખેલાડીઓ તેને કોન્ડોમ તેમના વતનમાં યાદગીરી ના ભાગરૂપે લઇ હશે.
હાર્દિક પંડ્યાએ બનાવ્યો હાઈએસ્ટ ટી 20 રન બનાવવાનો રેકોર્ડ, 20 સિક્સ સાથે બનાવ્યા 158 રન
આઇઓસીએ કહ્યું, “અમારો ઉદ્દેશ અને લક્ષ્ય ઓલિમ્પિક્સ માટે ઓલિમ્પિક વિલેજમાં કોન્ડોમનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ તેઓને તેમના પોતાના દેશમાં પાછા લઈ જઈ જાગૃતિ લાવવામાં મદદ કરશે.”
ફેબ્રુઆરીમાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકામાં, એથ્લેટ્સને એકબીજાથી બે મીટરનું અંતર જાળવવા અને હેન્ડશેક્સ અને ગળે મળવા સહિતના તેમના સાથી ખેલાડીઓનો શારીરિક સંપર્ક ટાળવાનું કહેવામાં આવ્યું છે. રમતવીરોને ઓલિમ્પિક વિલેજ છોડવાની પણ મંજૂરી નથી અને તેને ફક્ત ખાસ સંજોગોમાં જ મંજૂરી આપવામાં આવશે અને ઉલ્લંઘન કરવા પર દંડ પણ થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રિયો ઓલમ્પિક2016માં 4.50 લાખ કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અનુસાર દરેક એથ્લેટને આશરે 42 કોન્ડોમ અપાયા હતા. જેમાંથી 1 લાખ મહિલા કોન્ડોમ હતા. 2000 સિડની ઓલિમ્પિક્સ દરમિયાન, ઓસ્ટ્રેલિયન આયોજકોને રમતવીરોની માંગને પહોંચી વળવા માટે વધારાના 20,000 કોન્ડોમનો ઓર્ડર કરવો પડ્યો હતો.
હાર્દિક પંડ્યાએ બનાવ્યો હાઈએસ્ટ ટી 20 રન બનાવવાનો રેકોર્ડ, 20 સિક્સ સાથે બનાવ્યા 158 રન
એથ્લેટ્સ અને ટીમ અધિકારીઓ માટેની માર્ગદર્શિકા એપ્રિલમાં અને ફરીથી જૂનમાં સુધારવામાં આવશે. ટોક્યો પહોંચ્યા પછી એથ્લેટને રસી લેવાની અથવા કવોરેન્ટાઇન થવાની જરૂર રહેશે નહીં, પરંતુ પ્લેબુક અનુસાર, જાપાનની ફ્લાઇટમાં જતા પહેલા તેમને COVID-19 નેગેટીવ હોવું જરૂરી છે.