ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવીને સુમિત એન્ટિલે રચ્યો ઇતિહાસ- જાણો સંઘર્ષની કહાની

થોડા દિવસ અગાઉ જ ટોક્યો ઓલિમ્પિક્સમાં 86.5 મીટર દુર સુધી પોતાનો ભલો ફેંકનાર નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ઘણા વર્ષો બાદ દેશને ગોલ્ડ…

થોડા દિવસ અગાઉ જ ટોક્યો ઓલિમ્પિક્સમાં 86.5 મીટર દુર સુધી પોતાનો ભલો ફેંકનાર નીરજ ચોપરાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ઘણા વર્ષો બાદ દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે ત્યારે નીરજ ચોપરાનું નામ સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે. હાલમાં આવા જ એક ગૌરવના સમાચાર સામે આવ્યા છે. ભાલા ફેંકનાર સુમિત એન્ટિલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સોમવારે પુરુષોની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે 68.55 મીટર દૂર બરછી ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. સુમિત એન્ટિલનો આ થ્રો પણ વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. હરિયાણાના સોનીપતના રહેવાસી સુમિત એન્ટિલનો જન્મ 7 જૂન 1998 ના રોજ થયો હતો.

જ્યારે સુમિત 7 વર્ષનો હતો ત્યારે તેના પિતા રામકુમાર, જે એરફોર્સમાં પોસ્ટ હતા, બીમારીથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે સુમિત 12 માં ધોરણમાં કોમર્સ ટ્યુશન લેતો હતો. 5 જાન્યુઆરી, 2015 ની સાંજે તે ટ્યુશન લીધા પછી બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે સિમેન્ટની બોરીઓથી ભરેલી ટ્રોલીએ સુમિતને ટક્કર મારીને તેને લાંબા અંતર સુધી ખેંચી ગયો.

આ અકસ્માતમાં સુમિતે એક પગ ગુમાવવો પડ્યો હતો. અકસ્માત થયો હોવા છતાં સુમિત ક્યારેય હતાશ થયો નહીં. સંબંધીઓ અને મિત્રોથી પ્રેરાઈને સુમિતે રમતગમત પર ધ્યાન આપ્યું અને એશિયન સિલ્વર મેડલ વિજેતા કોચ વિનેન્દ્ર ધનખરે સુમિતને માર્ગદર્શન આપ્યું અને દિલ્હી લઈ ગયા.

દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા કોચ નવલ સિંહ પાસેથી બરછી ફેંકવાની યુક્તિઓ જાણી. સુમિતે વર્ષ 2018 માં એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો પરંતુ તે માત્ર 5 મો ક્રમ મેળવી શક્યો હતો. વર્ષ 2019 માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. સુમિતે એ જ વર્ષે યોજાયેલ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *