હજારો લોકો જોઈ ચુક્યા છે બિલાડી અને સસલા વચ્ચે થયેલ ઝપાઝપીનો આ વિડીયો, તમે જોયો કે નહીં?- જુઓ અહીં

સોસિયલ મીડિયા પર અનેકવિધ અવનવા વિડીયો વાયર થતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક રમુજી વિડીયો તો કેટલાક આશ્વર્યજનક વિડીયો હોય છે. આવા જ એક વિડીયોને…

સોસિયલ મીડિયા પર અનેકવિધ અવનવા વિડીયો વાયર થતા રહેતા હોય છે. જેમાંથી કેટલાક રમુજી વિડીયો તો કેટલાક આશ્વર્યજનક વિડીયો હોય છે. આવા જ એક વિડીયોને લઈ હાલમાં એક જાણકારી સામે આવી છે. પ્રાણીઓ સાથે જોડાયેલ કેટલાક વીડિયો તેમજ ફોટા લોકોને ખૂબ પસંદ પડતા હોય છે. હાલમાં, એક સસલું તથા ખૂંખાર બિલાડી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ વિડીયોને જોયા બાદ તમે પણ એક ક્ષણ માટે આશ્ચર્ય પામશો.

જો કે તમે બિલાડી તથા ઉંદરની લડાઈ ઘણીવખત જોઈ હશે પણ શું તમે ક્યારેય બિલાડી તથા સસલા વચ્ચે થતી કોઈ લડાઈ જોઈ છે, જો નહિં, તો આવા જ પ્રકારનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. જેમાં એક સસલાએ ખૂંખાર બિલાડીની હવા ટાઈટ કરી દીધી હતી.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, જંગલમાં બનાવવામાં આવેલ સસલાના બિલમાં પ્રવેશ કરીને તેના પર હુમલો કરવાની તૈયારી કરીને, ઘણી મહેનત કર્યા બાદ, બિલાડી સસલાના બિલમાં પ્રવેશ કરે છે પણ સસલું અચાનક બહાર આવી જાય છે તેમજ ડરવાને બદલે શિકારીનો સામનો કરે છે તેમજ ઉગ્રતાથી બિલાડીને ડરાવે છે જેથી તે ભાગી જાય છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આ અંગે રમૂજી કોમેન્ટ પણ કરી હતી. એક યુઝરે લખ્યું હતું કે, ‘બિલાડી સસલાથી કેવી રીતે ડરી શકે? તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું હતું કે, મને બિલાડી કરતાં વધારે ખતરનાક તો અહીં એક સસલું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *