રાજસ્થાન: સોશિયલ મીડિયાનાં જમાનામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક વિડિયો આપણું દિલ જીતી લેતા હોય છે અને કેટલાક વિડીયો જોઈને તમે પણ શોક થઇ જતા હોય છે. જ્યારે તમને અમુક વિડીયોમાંથી ઘણું શીખવા મળે છે. અને અમુક વીડીયા તો એવા હોય છે કે તે જોઈને આપણે હસવાનું રોકી શકતા નથી.
આજકાલ અવારનવાર વિડીયો જોવા મળી રહ્યા છે ત્યારે લોકો ઘણી વખત પોતાના પૈસા બચાવવા માટે એવું કરે છે કે જેની કોઈ હદ નથી હતી. ત્યારે એવો જ એક વીડિયો રાજસ્થાનમાંથી જોવા મળ્યો છે. રાજસ્થાનના ધોલપુર-ભરતપુર નેશનલ હાઈવે પર એક એવો બનાવ બન્યો છે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઝોલાપુર અને ભરતપુર નેશનલ હાઇવે પર એક ટૉલનાકા પર એક કારચાલકે પોતાની કાર વડે ટૉલકર્મચારીને ઉડાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કારચાલકે ટૉલ બૂથ પર ટૉલ ન ચૂકવ્યો તેના કારણે ટૉલકર્મચારીએ કારચાલકને રોકવામાં આવ્યો હતો.
ત્યારે કાર ચાલકનો બાટલો ફાટતાં કાર ચાલકે 3 ટૉલકર્મચારીને પોતાની કારથી ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના ચાર દિવસ પહેલાની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ટૉલકર્મચારીઓને સામાન્ય ઇજા પહોંચી છે. ત્યાર બાદ આ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે કારચાલકની તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.