ભારત સાથે સબંધ તોડવો પાકિસ્તાનને પડ્યો મોંઘો. ટામેટાનો ભાવ સોનું ખરીદવા બરાબર. જાણો અહીં

1633
TrishulNews.com

જમ્મુ કાશ્મીરમાંથી 370ની ધારા દૂર કરી એટલે મોટા ઉપાડે પાકિસ્તાને જાહેરાત તો કરી દીધી કે પાકિસ્તાન ભારત સાથેના સંબંધો તોડી નાંખશે, પરંતુ હવે પાકિસ્તાનને આ દોઢ ડહાપણ મોંઘુ પડી રહ્યું છે કારણ કે ભારતે ટામેટાની નિકાસ બંધ કરી દેતા હાલામાં ત્યાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. આ ભાવ વિશે જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે કારણ કે હાલમાં ત્યાં એક કિલો ટામેટા 300 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

એક તો આમેય પાકિસ્તાનના લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યાં ટામેટાના ભાવ આસમાને પહોંચતા ત્યાંના લોકોની હાલત અત્યંત કપરી થઈ ગઈ હતી. પાકિસ્તાન સરકારે ભારત સાથેના તમામ સંબંધો તોડી નાંખવાનો નિર્ણય લીધાના દિવસોમાં જ ત્યાંની સ્થાનિક પ્રજા તમામ મોરચે પડકારોનો સામનો કરી રહી હતી, પરંતુ ટામેટા જીવનજરૂરિયતાની વસ્તુ હોય અને ભારતથી મોટી માત્રામાં ટામેટાની આયાત થતી હોવાને કારણે ટામેટાને લઈને તેમની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ છે.

હવે આ બાબતે પાકિસ્તાન પસ્તાઈ જ રહ્યું હશે, પરંતુ હવે થૂંકેલું ચાટી શકાય એવી સ્થિતિ રહી નથી. તો સામેની તરફ સરહદ પરના કેટલાક ભારતીય ટ્રક ઑપરેટર્સ પણ આ બાબતને લઈ થોડા ઉશ્કેરાયેલા છે કારણે પાકિસ્તાને એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન તરફથી વ્યાપાર બંધ કરતા ભારતની સરહદ પરના ખેડૂતો અને ટ્રક ઓપરેટર્સને ભારે નુકસાનીનો સામનો કરવો પડશે. જોકે ભારતના ખેડૂતોને તેમનો માલ વેચવામાં કોઈ મુશ્કેલી નડી નથી રહી.

Loading...

Loading...