ચૂંટણીઢંઢેરામાં ભાજપ એ ત્રણ મહત્વની વાતો ભૂલી ગયું, જે વાયદાના આધારે 2014માં જીત્યા હતા

Published on: 7:07 am, Sat, 27 April 19

ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઘણા દિવસો બાદ પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ ઘોષણાપત્ર અને તેઓએ સંકલ્પપત્ર નામ આપ્યું હતું. તેમાં સરકારે ઘણા બધા સંકલ્પો કર્યા છે જે જનતાને ફક્ત અને ફક્ત લોભાવા માટે છે. ભાજપ પોતાના ઢંઢેરામાં ત્રણ સૌથી મહત્વની વાતો ભૂલી ગયું છે. તમને તે ત્રણ મુદ્દા જણાવીએ :-

1) રોજગારીનો મુદ્દો :-

પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો રોજગાર છે. આજે દેશમાં બેરોજગારોની સંખ્યા વધી રહી છે. છેલ્લા ૪૫ વર્ષોમાં સૌથી વધુ બેરોજગારી આ સરકારના શાસનકાળમાં છે. આ તમામ તથ્યો ધ્યાનમાં હોવા છતાં પણ સરકાર પોતાના ઢેર આ પત્રમાં રોજગારીનો મુદ્દો ભૂલી ગઈ છે. રોજગાર નો મુદ્દો ન હોવાથી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષ પણ સવાલ પૂછી રહ્યું છે.

2) કાળા ધનના મુદ્દો :-

બીજેપીના ઢંઢેરા પત્રમાંથી એક સૌથી મહત્વનો મુદ્દો ગાયબ થઈ ગયો છે જેના દમ પર તેઓ 2014ની ચૂંટણી જીત્યા હતા. આ મુદ્દો કાળું ધન છે જેનો આ વખતે ભાજપ એક પણ વાર ઉલ્લેખ કર્યો નથી. જો ભાજપની સરકાર ફરી એકવાર બની તો કાળા ધનને લઈને તેમની શું પ્રતિક્રિયા રહેશે તેનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

3) નોટ બંધી અને જીએસટી નો મુદ્દો :-

ત્રીજો મુદ્દો છે સંકલ્પ પત્ર માંથી ગાયબ થઈ ગયો તે જીએસટી અને નોટબંધી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ભાજપ પોતાના મેનિફેસ્ટો માં જીએસટી અને નોટબંધી વિશે શા માટે ઉલ્લેખ નથી કરી રહી.