સમગ્ર ભારતમાં ટેક્સ ભરવામાં ગુજરાતનું આ શહેર સૌથી આગળ અને ટેક્સ બુચ મારવામાં આ શહેર

સામાન્ય બજેટના 10 દિવસ પહેલા જ ટેક્સ બાબતે જે માહિતી સામે આવી છે તે જોઈ સરકાર હાલ સામાન્ય નાગરિકને કોઈ ટેક્સમાં રાહત આપવાની સ્થિતિમાં રહી નથી. ગઈ 15 જાન્યુઆરી, 2020 સુધી દેશમાં સીધું ટેક્સ કલેક્શન 7.26 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે છેલ્લા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં 6.1 ટકા ઓછું છે. જે ખુબ મોટો ઘટાડો દર્શાવી રહ્યું છે. નાગપુર અને અમદાવાદને બાદ કરતા આવકવેરામાં કર સંગ્રહ ગયા વર્ષની સરખામણીએ ખુબ ઓછું રહ્યું છે. મુંબઈમાં 10 વર્ષો બાદ ટેક્સ કલેક્શનનો ગ્રોથ રેટ નહીવત રહ્યો છે.

હાલ એકબાજુ GST સંગ્રહની ગતિ ઘણી ઉત્સાહજનક નથી જણાતી અને અહિયાં બીજીબાજુ ડાયરેક્ટ ટેક્સ કેલક્શન પણ ધારણાથી ઘણું ઓછું નોંધવામાં આવ્યું છે. એવા સમયમાં આવકવેરાની રાહત મેળવવા માંગતી સામાન્ય જનતાને બજેટથી ખુબ નિરાશા મળી શકે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સરકારે પ્રત્યક્ષ કર સંગ્રહની રકમ 13.35 લાખ કરોડ રૂપિયાનું અનુમાન લગાવ્યું હતું.

આ રીતે આવનારા દોઢ મહિનામાં 6.09 લાખ કરોડ રૂપિયા ભેગા કરવા પડશે. જો કે, એવું પણ જોવામાં આવે છે કે નાણાકીય વર્ષના અંતિમ બે મહિનામાં જ સૌથી વધુ આવકવેરા કલેક્શન થતુ હોય છે. તેમ છતાં નાણા મંત્રાલયના અધિકારીઓને પણ આશ્વાસન નથી કે આ લક્ષ્યને હાંસિલ કરી શકાશે કે નહિ? આનું કારણ મુંબઈમાં ટેક્સ કલેક્શન 5.9 ટકા, દિલ્હીમાં 10.8 ટકા, ચેન્નાઈમાં 2.6 ટકા, હૈદરાબાદમાં 0.1 ટકા, બેંગલુરૂમાં 7.4 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સૌથી વધુ જયપુરમાં 20.4 ટકાનો ઘટાડો આવ્યો છે. નાગપુરમાં ઈનડાયરેક્ટ ટેક્સમાં 35.20નો વધારો થયો છે. દેશમાં આવકવેરા વિભાગના 18 સર્કલ છે અને 16 સર્કલોમાં વૃદ્ધિદર નેગેટિલ રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીના આંકડા મુજબ જે ઈન્કમ ટેક્સ કલેક્શન થયું છે તેમાં 3.87 લાખ કરોડની રાશિ કોર્પોરેટ ટેક્સ તરીકે અને પર્સનલ ઈન્કમ ટેક્સ તરીકે તરીકે 3.29 લાખ કરોડ આયા છે. જ્યારે 9,000 કરોડ રૂપિયાની રાશિ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ તરીકે આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *