હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી શાળા-કોલેજો બંધ રહ્યાં બાદ વેક્સીન આવ્યા પછી શાળા-કોલેજોની શરૂઆત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં આવેલ કેશોદ જીલ્લામાંથી એક સમાચાર સામે આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં આવેલ કેશોદમાં ટ્રસ્ટ સંચાલિત K.A વણપરિયા સ્કૂલમાં એકસાથે કુલ 11 જેટલી વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ આવી જતાં શાળાનું વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. આજથી શાળાઓની શરૂઆત થઈ હતી તેમજ શાળાઓ દ્વારા કોરોના સંદર્ભે તકેદારીના ભાગ સ્વરૂપે વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.
જેમાંથી કુલ 11 જેટલી વિદ્યાર્થિનીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અહીં નોંધનીય છે કે, 11 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં ધોરણ 10 તથા 12નું શૈક્ષણિક કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ હાલમાં જ જામનગર જિલ્લાની જોડિયા સ્કૂલમાં પણ એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જો કે, આની અંગે વાંસદામાં શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, કુલ 4 જેટલી વિદ્યાર્થિનીઓનાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા તેમજ તેમાંથી એકનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ સમગ્ર પંથકમાં હોબાળો મચી જવાં પામ્યો છે. હવે તો આગળ જોવું જ રહ્યું કે, તંત્ર શું કાર્યવાહી કરે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle