લોકોથી સવાર ટ્રેકટર અચાનક ગાંડીતુર નદીમાં વહેવા લાગ્યું- ટ્રેકટરમાં સવાર લોકોના થઇ ગયા શ્વાસ અધ્ધર

ઝારખંડ: ઝારખંડમાં ચોમાસુ બેસી ગયું છે. લાતેહાર જિલ્લામાં ભારે વરસાદને કારણે ગાંડીતુર નદીઓને કારણે રસ્તાઓ પર પાણીના પૂર આવ્યા છે. ત્યારે લાતેહારમાં એવી તસવીર જોવા…

ઝારખંડ: ઝારખંડમાં ચોમાસુ બેસી ગયું છે. લાતેહાર જિલ્લામાં ભારે વરસાદને કારણે ગાંડીતુર નદીઓને કારણે રસ્તાઓ પર પાણીના પૂર આવ્યા છે. ત્યારે લાતેહારમાં એવી તસવીર જોવા મળી  છે, જેમાં એક ટ્રેક્ટર નદીના પાણીમાં વહેતું નજરે ચડે છે.

કેટલાક લોકો હકીકતમાં મોટરસાઇકલ સાથે ટ્રેક્ટર પર સવાર હતા. ટ્રેક્ટર પૂરની વચ્ચે નદીમાં પોહચ્યું અને નદીના ઝડપી પ્રવાહમાં વહેવા લાગ્યુ હતું. ટ્રેક્ટરમાં રહેલા લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવીને નદીમાંથી બહાર આવ્યા હતા, જ્યારે ટ્રેક્ટર નદીમાં રહી ગયું હતું. ત્યારે નજીકના ગ્રામજનોએ નદીમાં અટવાયેલા ટ્રેક્ટરને બચાવવાનો પ્રયાસ શરુ કર્યા હતા. આ દ્રશ્ય જે સમયે સામે હતું તે સમયે સ્થાનિક લોકોનો શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

ટ્રેક્ટર ચલાવતા વ્યક્તિની અજાણતાને કારણે મોટો અકસ્માત થવા જઈ રહ્યો હતો. ટ્રેક્ટર ચાલકે ઝડપી પાણીનો પ્રવાહ જોયો તો પણ તે પરિસ્થિતિ સમજી શક્યો ન હતો. અને ટ્રેક્ટરને આગળ લઈ ગયો હતો. પોતાના તરફથી તે આગળ વધવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો અને ટ્રેક્ટર નદીના પાણીમાં જઈ અટવાઈ ગયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *