બે દીકરાના પિતાએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લીધો, સ્યુસાઈડ નોટમાં એવું લખ્યું હતું કે…

ગુજરાતમાં આજકાલ આત્મહત્યાની ઘટનાઓમાં ઝંગી વધારો થઈ રહ્યો છે. આર્થિક સંકડામણ અથવા તો વ્યાજખોરોનાં આતંકથી કંટાળીને કેટલાક લોકો આપઘાત કરી લેતા હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ જામનગર શહેરમાંથી સામે આવી રહી છે.

રાજ્યમાં આવેલ જામનગર શહેરમાં મેડિકલ સ્ટોરનાં સંચાલકે પોતાના ઘરે ગળે ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલાં એમણે સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમાં જમીનને લઇને ચાલી રહેલા વિવાદનાં ઉલ્લેખની સાથે જ કુલ 2 લોકોના ત્રાસથી પોતે આ પગલું ભરી રહ્યા હોવાનું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. જેને કારણે સીટી પોલીસે એમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સ્યુસાઇડ નોટ કબ્જે કરીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

સ્યુસાઈડ નોટમાં જમીન બાબતે પરિવારને જાનથી મારી નાંખવાનો ઉલ્લેખ:
જામનગરમાંઆવેલ ખોડિયાર કોલોનીમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા નં. C-24માં રહેતા તથા રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. હિતેશભાઈએ આત્મહત્યા કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલ કુલ 2 પાનાની સ્યુસાઈડ નોટ લખી છે.

જેમાં કનુભાઈ તથા રમણભાઈના મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરીને એના દ્વારા હેરાન કરાતા હોવાનો તથા ઘરના લોકોને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્યુસાઇડનોટમાં જમીન લેવાની ધમકીઓ આપવામાં આવી એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કુલ 4 સભ્યોના પરિવારનો માળો વિખરાયો :
સ્યુસાઈડ નોટમાં મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છાની સાથે જ નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહીને પત્ની નયનાને સંબોધન કરી પોતાની LIC ની પોલિસીઓ તથા લોન ભરવાની ભલામણ કરી છે. હિતેશભાઈએ પોતાના ઘરે રાત્રે 9 વાગ્યાની આજુબાજુ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની તથા કુલ 2 બાળકો મળીને કુલ 4 સભ્યોનો માળો વિખરાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *