ડ્રગ્સના કારણે બરબાદ થયેલા આ વ્યક્તિને, સપનામાં આવેલા એક વિચારે રાતોરાત બનાવી દીધો 2,000 કરોડની કંપનીનો માલિક

એવું માનવામાં આવે છે કે, સપનાઓ ક્યારેય સાચા થતા નથી પરંતુ તમારી અંદર જો ઝૂનૂન હોય તો સ્વપ્નમાં આવેલ એક વિચાર તમને અબજોપતિ બનાવી શકે છે. જો તમને આ અશક્ય લાગતું હોય તો તમે ખોટા છો. માઈક લિન્ડેલને સપનામાં આવેલ એક વિચારને કરોડોની કંપનીમાં બદલી નાખ્યો તથા બની ગયો ઓશિકાઓની દુનિયાનો રાજા. માઈક લિન્ડેલનો જન્મ અમેરિકામાં આવેલ મેક્ન્ટો વિસ્તારનાં મિનેસોટામાં થયો હતો પરંતુ એનું જીવન ચસકા નામના શહેરમાં વીત્યું હતું.

માઈકને દરરોજ સુવામાં તકલીફ થતી હતી, કેમ કે, એને તેનું ઓશીકું ફાવતું ન હતું, ઓશીકું આરામદાયક ન હોવાને લીધે એની ઊંઘ પુરી થતી ન હતી. એક રાત્રે તે સુઈ રહ્યો હતો ત્યારે અચાનક એની ઊંઘ ઉડી ગઈ તથા એણે તેના ઘરની તમામ દીવાલ પર “મારુ ઓશીકું” લખી નાખ્યું અને ત્યારથી જ એના ધંધાની શરૂઆત થઇ ગઈ હતી.

માઈકે વિચાર આવ્યો કે, આ નાના અમથા ઓશીકાથી મને જો આટલી તકલીફ થતી હોય તો આખાં વિશ્વમાં મારી જેવા ઘણા લોકો હશે જે મારી જેમ પીડાઈ રહ્યાં હશે ત્યારપછી તો જાણે માઈક પર એક ઝૂનૂન સવાર થઇ ગયું તથા એણે નિર્ણય લઈ લીધો કે, હું એક એવું ઓશીકું બનાવીશ જે મારી તથા મારી જેવા અન્ય લોકોની તકલીફ દૂર કરશે. સમગ્ર વિશ્વ હાલમાં એને ઓશિકાઓનો રાજા તરીકે ઓળખે છે. એની કંપનીનું નામ છે “માય પિલો”.

આ બધું વાંચવામાં જેટલું સરળ લાગે છે પરંતુ હકીકતમાં ખુબ મુશ્કેલ છે. માઈકે એની કંપનીની શરૂઆત કરતા પહેલા એના જીવનમાં ઘણા ઉતાર તથા ચઢાવ જોયા, એક સમય તો એવો હતો કે, માઈક્ને એનો અભ્યાસ કરવાંનો ખર્ચ પૂર્ણ કરવા માટે એકસાથે કુલ 2 નોકરી કરવી પડતી હતી.

એને લાગ્યું કે, અભ્યાસ કરવામાં ફક્ત સમય બગાડી રહ્યો છે તથા એને પોતાની કોલેજનો અભ્યાસ અધૂરો છોડી દીધો તથા નોકરી કરવાની શરૂઆત કરી દીધી, એક દિવસ નોકરી વખતે એને એના મેનેજરની સાથે બોલાચાલી થઇ ગઈ તથા મેનેજરે તેને બધા લોકોની સામે ઉતારી પાડીને નોકરીમાંથી કાઢી મુક્યો. આ બનાવ બન્યા બાદ માઈકની અંદર એક ઝૂનૂન પેદા થયું કે હું પણ કંઈક કરીને બતાવીશ.

ત્યારબાદ માઈકે વિવધ ધંધામાં નસીબ અજમાવ્યું હતું, કાર્પેટ સાફ કરવાના ધંધાથી લઈને ડુક્કર પાળવાના ધંધા સુધી એને ઘણા ધંધા કરી જોયા પરંતુ સફળતા મળી નહી તથા પોતાની પાસે બચત કરેલ તમામ મૂડી ખર્ચાઈ ગયાં તથા ફરી પાછી નોકરી કરવાની શરૂઆત કરીને તે બારમા બારટેન્ડરનું કામ કરવા લાગ્યો તેમજ અહિથી જ એને ડ્રગ્સ આદત થઈ ગઈ. 

બારમા નોકરી કરતી વખતે એને ડ્રગની એવી લત લાગી ગઈ હતી કે, એ રાત-દિવસ ડ્રગના નશામાં રહેવા લાગ્યો તથા એને લીધે એની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ. એના છૂટાછેડા થઇ ગયા આટલું બધું થયા બાદ પણ માઈક્ને સામાન્ય જીવન જીવતા કુલ 10 માસ જેટલો સમય લાગ્યો હતો.

વર્ષ 2009માં એક પાર્ટીમાં છેલ્લી વખત એણે નશો કર્યો હતો. ત્યારપછી એણે દારૂને કાયમ માટે છોડી દીધો હતો. પોતાનું ધ્યાન પોતાના ધંધા પર કેન્દ્રિત કર્યું અને વર્ષ 2011માં એક લોકલ સમાચાર પેપરમાં માઈકની કંપની વિષે એક લેખ છાપવામાં આવ્યો તથા એક મોટા સ્ટોર વાળાએ એને તેના સ્ટોરની અંદર એક સ્ટોલ ખોલવા માટે કહ્યું, માઈકની પાસે પૈસા ન હોવાને લીધે એણે કુલ 97,000 રૂપિયાની લોન લઈ પોતાનો પહેલો સ્ટોર ખોલી હતી.

કુલ 5 કર્મચારી સાથે શરૂઆત કરેલ આ કંપનીની કર્મચારીઓની સંખ્યા કુલ 500 જેટલી થઇ ગઈ તથા એની કંપની “માય પિલો” વર્ષે અંદાજે 3 કરોડ ઓશિકાઓનું વેચાણ કરે છે તથા એની કંપનીનું વાર્ષિક ટર્નઓવર કુલ 2,000 કરોડ કરતા પણ વધુ થઇ ગયું છે. આની સિવાય માઈકે સમાજ કલ્યાણના ઉદેશની સાથે લિન્ડેલ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. લિન્ડેલ ફાઉન્ડેશન તમામ સામાજિક મુદ્દાઓ વિષે લોકોને જાગૃત કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *