સુરત(ગુજરાત): આજકાલ પોલીસ દ્વારા સતત વોચ રાખીને નશીલા પદાર્થોની વહેચણી અટકાવવામાં આવે છે. આ ઉપરાંત બુટલેગરોને પણ પકડી પાડવામાં આવે છે. ત્યારે સુરત(Surat)ના અંજની ઈન્ડસ્ટ્રી(Anjani Industry)માં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેમના દ્વારા નશીલા પ્રદાર્થોનું વેચાણ અને રોડ પર દબાણ કરવામાં આવે છે જેને લઈને ઉદ્યોગકારો(Entrepreneurs)ને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, એસોસિએશન દ્વારા સોમવારે એસએમસી કમિશનર અને પોલિસને રજૂઆત કરવામાં આવશે. અંજની ઈન્ડસ્ટ્રીમાં 1 હજારથી વધારે એકમો કાર્યરત છે. જાણવા મળ્યું છે કે, અસામાજિક તત્વો દ્વારા રોડ પર દબાણ કરીને માત્ર 30 ફૂટ જ રોડ અવરજવર માટે રાખવામાં આવે છે.
આ ઉપરાંત, અસામાજિક તત્વો દ્વારા ઈન્ડસ્ટ્રીમાં નશીલા પ્રદાર્થોનું ગેરકાયદેસર વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. તેમજ કારીગરોને માર મારીને ધમકાવવામાં પણ આવે છે. આ અંગે અંજની ઈન્ડસ્ટ્રી એસોસિએશનના આગેવાનો દ્વારા સભ્યો સાથે મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.