2 કલાકના વરસાદમાં સ્માર્ટ સિટીના હાલ-બેહાલ: અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, જ્યાં જુઓ ત્યાં જામ્યો ‘ભારે’ ટ્રાફિકજામ

Traffic jam due to rain in ahmedabad city: રાજ્યના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ બપોરપછી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજના સમય અમદાવાદ શહેરમાં(Traffic jam due to rain in ahmedabad city) મેઘરાજાએ ઘણી ધબધબાટી બોલાવી છે. અવિરત વરસેલા વરસાદે લોકોની મુસીબતમાં પણ વધારો કર્યો છે, શહેરના અમુક વિસ્તારોમાં વરસાદના કારણે ટ્રાફિક જામના દર્શ્યો પણ સર્જાયા છે.

ઠેર ઠેર ટ્રાફિક જામ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં ટ્રાફિક જામની ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. S.G હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા અને પ્રહલાદનગરમાં ટ્રાફિક જામ થયો છે. સિંધુભવન રોડ, અતિથી રેસ્ટોરન્ટ પાસે પણ ટ્રાફિક જામ થયો છે તો અતિથિ રેસ્ટોરન્ટ પાસે 4થી 5 ફૂટ સુધી પાણી ભરાયા છે.

પ્રહલાદનગર પાસે 3 ફૂટ પાણી ભરાયા
વરસાદી પાણીને કારણે અનેક વાહનો બંધ થયા છે તેમજ પ્રહલાદનગર પાસે 3 ફૂટ સુધી પાણી ભરાયા છે તો છારોડીથી ગોતા વચ્ચે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો છે.

લાંબો ટ્રાફિકજામ
નહેરુનગર-માણેકબાગ રોડ પર ગાડીઓનો થપ્પો જોવા મળ્યો છે, ભારે વરસાદ ખાબકતાં લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે જેને લઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વાહન વ્યવહાર ખોરવાયો
સાંજે ઓફિસથી ઘરે જવાનો સમય હોવાથી વાહનોની અવરજવર વધુ હોય છે ત્યારે ગાંધીનગર તરફથી આવતો-જતો ટ્રાફિક ખોરવાયો ગયો હતો.વરસાદને કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો. વરસાદના કારણે અમદાવાદમાં ઠેર ઠેર વાહન વ્યવહાર ખોરવાયો ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *