જામનગર: વહેલી સવારમાં પુરઝડપે જઈ રહેલ ટ્રકે દૂધના વાહનને અડફેટે લેતાં 2 લોકોના ઉડી ગયાં પ્રાણપંખીડા

હાલમાં અકસ્માતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના હાલમાં સામે આવી રહી છે. ખંભાળિયાથી જામનગર જઈ રહેલ આરાધનાધામ પાસે વહેલી સવારમાં ડમ્પર તથા દૂધ વાહન વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો ચાલક તથા તેમની સાથે રહેલ બીજા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

જ્યારે અન્ય એક વ્યક્તિને સારવાર અર્થે જામનગર લઈ જવામાં આવ્યા હતાં ત્યારે માર્ગમાં તેમનું મોત નીપજ્યું હતું. ખંભાળિયાથી જામનગર જતા હાઇવે પર આવેલ ખંભાળીયાથી કુલ 12 કિમી દૂર આવેલ આરાધના ધામ પાસે શુક્રવારની વહેલી સવારમાં દુધથી ભરેલ મારુતિ કેરી વાહનની સામેથી પુર ઝડપે આવી રહેલ ડમ્પર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં દૂધ વાહનનો આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી જતાં દૂધ વાહનના ચાલક કાલાવડ તાલુકાના નીલકંઠભાઈ મહેશભાઈ મકવાણા તથા સાથે રહેલ રાજકોટના પરેશભાઈને ગંભીર ઇજાઓ થવા પામી હતી કે, જેમાં નિલકંઠભાઈનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત થયું હતું.

જ્યારે તેમની સાથે રહેલ પરેશભાઈને ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે ખંભાળીયા લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ ગંભીર ઇજાઓની વધુ સારવાર અર્થે હોવાને તેમને જામનગર લઇ જવામાં આવતા તેમનું પણ મોત નિપજયું હતું.

આ ગમખ્વાર અકસ્માતને કારણે કુલ 2 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવની જાણ થતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી પણ ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ જતાં પોલીસે ચાલકની વિરુદ્ધ ગુન્હો નોંધીને મૃતકના મૃતદેહની પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *