ભાવનગર જીલ્લામાંથી એક કરુણ ઘટના સામે આવી છે. ભાવનગરના ગારીયાધારના મોટી વાવડી ગામમાં એક સાથે ચાર બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. ચાર બાળકો ગામના પાદરે તળાવમાં ન્હાવા ગયા હતા જ્યાં ડૂબી જતા ચાર બાળકોના કરુણ મોત થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને ગામમાં ભારે ચકચાર મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર જીલ્લામાં આવેલ ગારીયાધારના મોટી વાવડી ગામમાં રહેતા ચાર બાળકો મોન્ટુ હિંમતભાઈ ભેંડા, જયેશ ભુપતભાઈ કાકડીયા, મિત શંભુભાઈ ખોખાણી, તરુણ શંભુભાઈ ખોખાણી ગામના પાદરે આવેલા તળાવમાં ન્હાવા માટે પડ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. સાંજ થવા છતાં પણ બાળકો ઘરે ન આવતા ઘરના સભ્યોએ બાળકોની શોધખોળ શરુ કરી દીધી હતી.
પરિવારના સભ્ય દ્વારા શોધખોળ કરતા તળાવના કાંઠેથી સાયકલ અને બાળકોના ચપ્પલ મળી આવ્યા હતા. બાળકો તળાવમાં ડૂબી જવાની શંકા જતા ગામવાસીઓ દ્વારા તળાવમાંથી બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા મામલતદાર, ફાયર કર્મચારીઓ અને પોલીસની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા ચાર બાળકોમાં બે બાળકો સગ્ગા ભાઈઓ હતા.
તમામ બાળકો ગામની જ સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા. ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગારીયાધારના સીએચસી ખાતે લઇ જવામાં આવ્યા હતા. ગામના તળાવમાં થોડા દિવસ પહેલા જ સૌની યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ભાવનગ જીલ્લાના ગારીયાધારના મોટી વાવડી ગામે 4 બાળકો તળાવમાં ન્હાવા માટે ડૂબકી મારી હતી અને ચારેય બાળકોના તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત થયા હતા. આ ચાર બાળકોમાં મોન્ટુ હિંમતભાઈ ભેંડા (ઉ.વ.11), જયેશ ભુપતભાઈ કાકડીયા (ઉ.વ.10), મિત શંભુભાઈ ખોખાણી (ઉ.વ.12), તરુણ શંભુભાઈ ખોખાણી (ઉ.વ.11)ના તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું.
હાલમાં આ ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગારીયાધારના સીએચસી ખાતે લઇ જવામાં આવ્યા હતા. ગારીયાધારના આ નાના ગામમાં આ પ્રકારની ઘટના બનતા સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.