ચાલુ ટ્રેક્ટરમાં ઝોલુ આવી જતા 16 વર્ષનો યુવક ચાલુ રોટાવેટરમાં આવી જતા કરુણ મૃત્યુ

રાજકોટના ગોંડલના મોવિયા ગામમાં 16 વર્ષનો વાસુ ચંદુભાઇ વાવડીયા નામના તરૂણને ખેતરમાં ચાલુ ટ્રેક્ટરમાં ઝોલુ આવી ગયું હતું. તે ટ્રેક્ટરની સાઇડના ભાગમાં બેઠો હતો.

ઝોલુ આવતા તે નીચે પડી ગયો હતો અને ખેતરમાં ટ્રેક્ટર પાછળ જોડેલા રોટાવેટરમાં આવી ગયો હતો. આથી તેનું કમકમાટીભર્યું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વાસુના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બાદમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *