સુરતમાં માસુમ દીકરી માટે કાળમુખી સાબિત થઇ સીટી બસ- ધોરણ 9 માં અભ્યાસ કરતી વિધાર્થીનીને કચડી નાખતા નીપજ્યું કરુણ મોત

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક અકસ્માત સામે આવતા રહેતા હોય છે. જેમાં કેટલાય અકસ્માતમાં સરકારી સીટી બસ(City bus) લોકોનો ભોગ લઇ રહી છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના અમરોલી(Amaroli) વિસ્તારમાં આવ્યો છે. જેમાં એક વિદ્યાર્થીની માટે કાળમુખી સાબિત થઇ હતી.

મળતી માહિતી અનુસાર, ધોરણ 9 માં અભ્યાસ કરતી વિધાર્થીનીને સીટી બસે કચડી નાખી હતી. જેને કારણે આ દીકરીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બેફામ રીતે બસ હંકારી રહેલા અને અકસ્માતને અંજામ આપનાર બસ ચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો.

અકસ્માતને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેને કારણે સ્થાનિક લોકોએ અન્ય કેટલીય સીટી બસના કાચ તોડી બસમાં ભારે તોડફોડ કરી હતી. આ પ્રકારનો લોકોમાં ઉગ્ર રોષ જોઇને અન્ય બસ ચાલકો પોતાની બસ લઈને ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ત્યારે તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે કે, શું આ પ્રકારે બેફામ રીતે સીટી બસ દોડાવવી યોગ્ય છે? જાણે પોતે જ આ શહેરના કાઈ હોય તેવું માનીને બેફામ રીતે બસ ચલાવે છે. જેનો ભોગ અન્ય કોઈ નિર્દોષ લોકોને બનવું પડી રહ્યું છે. આ કાઈ પહેલો બનાવ નથી. અવારનાવર આ પ્રકારના અનેક અકસ્માતના બનાવો સામે આવતા રહે છે. માત્ર સીટી બસ જ નહિ પરંતુ બીઆરટીએસ બસ ચાલકો પણ પુરપાટ ઝડપે બસો ચલાવી રહ્યા છે. શું હજુ પણ કોઈની જિંદગી જાય તેની વાટ જોઇને બેઠા છે આ લોકો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *