મધ્યપ્રદેશ: તાજેતરમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લાના જરુઆખેડામાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સંપૂર્ણ બનાવ જરુઆખેડાના નાયખેડામાં આવેલ મુહલમાં રહેતી પરી બરોલીયા નામની દીકરી નાહવા માટે ગઈ હતી એ વખતે તેમની માતા પાસે પાણી મંગાવ્યું હતું.
માતા પાણી લેવા માટે ગઈ તેવામાં દીકરી અંદર જ હતી અને એ જ સમય દરમિયાન વીજળીનો તાર તૂટીને બાથરૂમ ઉપર પડ્યો હતો અને ગંભીર બનાવ સર્જાયો હતો. બાથરૂમ ઉપર આ તાર પડવાથી દીકરીને કરંટ લાગ્યો અને તેનું મૃત્યુ થઇ ગયું હતું
આ દરમિયાન માતા જયારે પાણી આપવા માટે ગઈ અને અંદર જોયું તો તેની દીકરીનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. ત્યારબાદ લાકડીની મદદ લઈને આ તારને હટાવીને સલામતી જાળવીને દીકરીને બહાર કાઢી હતી. આ બનાવ બની ગયા બાદ પરિવારના લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ બનાવ બન્યા બાદ પરિવારમાં રમતી એક દીકરી આજે પરિવારની વચ્ચેથી જતી રહી હતી તેથી શોકનું વાતાવરણ સર્જાવા પામ્યું હતું. જે વખતે માતાએ બાથરૂમ બહારથી જોયું તો જોતાંની સાથે જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આ બનાવ બાદ પોલીસ પણ ઘટના સ્થળે આવીને આગળની તાપસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.